તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:ઓગષ્ટ-19 બાદ જન્મેલી દીકરીઓને રૂ.1.10 લાખની સહાય મળવાપાત્ર થશે

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ અમલી બનાવાયેલી છે. જેના અંતર્ગત 2/8/19 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને રૂ.1,10,000ની નાણાકીય સહાય મળવા પાત્ર છે. કોવિડ-19ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમયસર અરજી ન કરી શકનારા અરજદારો માટે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ મુદ્દતમાં વધારો કરાયો છે. હવે પછીથી 2/8/19થી 31/3/20ની વચ્ચે જન્મેલી દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમય મર્યાદામાં 6 માસનો વધારા સાથે હવે અરજી કરવાની મુદ્દત 18 માસ કરાઈ છે. જેના અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્ર, બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભુજ ખાતેથી વિના મુલ્યે ઉપલબ્ધ થશે. તેમજ અરજદારોની સુવિધા માટે વોટસઅપ દ્વારા પણ મોકલાશે. અરજદારે “વ્હાલી દીકરી ફોર્મ” ટાઈપ કરી કચેરીના 9067587897 પર મેસેજ કરવો. વધુ માહિતી માટે 02832-230010 પર સંપર્ક કરવા જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...