તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કોરોનાને લીધે કાળા ડુંગર પર સાદગીથી દત્તાત્રય પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરાશે

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પદયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રખાયા

કચ્છના કાળાડુંગર પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે માગસર શુક્લ પૂર્ણિમા તા. ૨૯ ડિસે.ના ભગવાન દત્તાત્રયના પ્રાગટ્ય ઉત્સવ પ્રવર્તમાન મહામારીના કારણે સાદાઈથી ઉજવવાનું તાજેતરમાં ભુજ સીમા જનકલ્યાણ છાત્રાલય ખાતે મળેલી બેઠકમાં નક્કી કરવામાં અાવ્યું હતું.સીમા જનકલ્યાણ સમિતિ, રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને દત્ત મંદિર વિકાસ સેવા સમિતિની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો છે. જે અનુસાર પદયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તા. 29/12ના માત્ર ધાર્મિક કાર્ય પૂજન, આરતી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો સાદાઈથી સરકારી ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત ભક્તો દ્વારા થશે.

તેમજ આ દિવસે પોતપોતાના ઘરે રહીને દત્ત ભગવાનની આરતી પૂજન સાથે દત્તબાવનીનું પાઠ કરવા માટે શ્રદ્ધાળુ ભક્તોને અપીલ કરવામાં આવી છે. અારઅેસઅેસ સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહ મહેશભાઈ ઓઝાના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં સીમા જ.ક. સમિતી ઉપાધ્યક્ષ હીમતસિંહભાઇ વસણએ અગાઉની વિગતો સાથે ચાલુ વર્ષે કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં કરવા સુચવ્યું હતું. નારાયણભાઈ વેલાણી, જયંતીભાઈ નાથાણી, સંપર્ક પ્રમુખ રવજીભાઇ ખેતાણી, ધનજીભાઇ ગોરસીયા, હરેશભાઇ જોષી, દિનેશભાઇ ગજજર, દત્ત મંદિર સેવા સમિતિ મંત્રીઓ લીલાધર ચંદે સહિતના લોકો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો