તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીના શેઠ ખીમજી રામદાસ પેઢીના શેઠ કનકશી ઠાકરશીનું ઓમાન ખાતે 85 વર્ષની વયે અવસાન થયું છે. જેના સમાચાર બાદ માંડવી અને ઓમાનમાં શોકની લાગણી ફેલાઇ છે. તેઓ પોતાની દાતારી, વ્યવસાય અને પરોપકારી પ્રવૃત્તિથી ખ્યાતનામ હતા. તેમણે પૂર્વજોની પરંપરા અનુસાર માનવ કલ્યાણ, કલા-સંસ્કૃતિ, આરોગ્ય અને રમત-ગમત ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હતું. તેમની ઓમાન ખાતે બિઝનેસ એમ્પવાયર તરીકે ખૂબ મોટી નામના હતી. ઓમાંનના વિકાસમાં સિંહ ફાળો આપવા બદલ કનકસી શેઠને ઓમાનના સુલતાન દ્વારા ભારતીય વેપાર સમાજના શેખ તરીકેની પદવી પણ આપવામાં આવી હતી. આ વિશેષ ઉપાધિ મેળવનારા તે એકમાત્ર ભારતીય હતા.
તેમને આપેલી સેવાઓ
તેઓ પહેલેથી સમાજસેવા કરતા આવ્યા છે. તેમણે કચ્છના માંડવીમાં ત્રણ શાળાઓની સ્થાપના કરી છે. તેમાં એક કન્યા શાળાનો પણ સમાવેશ થાય છે. ત્યારપછી તેમણે કલા ક્ષેત્રે રંગભવનનું નિર્માણ કર્યું છે, તો કચ્છના ભુંકંપ, દુષ્કાળ જેવી વિવિધ આપદાઓ વખતે લોકોના સહયોગી બન્યા હતા. આમાનમાં પણ તેમણે પોતાના કાર્યો કરીને સારી નામના મેળવી છે. ઓમાનમાં ક્રિકેટની શરૂઆત તેમના દ્વારા થઈ હતી અને જેના તે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે. તો અન્યમાં મસ્ક્તના પ્રથમ બેન્ક HSBCના બિલ્ડીંગ નિર્માણનું કામ પણ તેમને કર્યું હતું. ત્યારપછી 1969માં પ્રથમ ફોર્ડ કારની ડીલરશીપ લઇને આ કંપનીની પ્રથમ કાર પણ રાજ પરિવારે ખરીદી હતી. 1975થી તેઓએ ભારતીય અંગ્રેજી શાળા સ્થાપિત કર્યા બાદ અત્યાર સુધી 21 શાળા બનાવી છે, જેમાં અંદાજિત 47 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શેઠ ખીમજી રામદાસની પેઢીનોઇતિહાસ
ઇ.સ.1800ની સલમા પૂર્વજોના નકશેકદમ પર રામદાસ ઠાકરશી કચ્છથી વહાણ મારફતે ઓમાન વેપાર કરવા માટે જતા હતા. જેમાં તેઓ મરી મસાલા ,તેજણાને કરિયાના સહિતની સામગ્રી આપી બદલામાં ખજૂર ,સૂકા લીંબુ સહિતની વસ્તુઓ પરત ભારતમાં લઈને આવતા અને ત્યારપછી તેનું ભારતમાં વેચાણ કરતાં હતા. આમ 1870માં તેમના પુત્ર ખીમજીએ મસ્ક્ત ખાતે ખીમજી રામદાસ પેઢીની સ્થાપના કરી અને તેમના પ્રપૌત્ર શેઠ કનકશીએ વડીલોના વ્યવસાયમાં નવીજ ઊંચાઈઓ હાંસલ કરી છે. અત્યારે તેમના અવસાન થયાની વાત સામે આવતા ભાવિ દાનવીરની વિદાયથી કચ્છ સાથે ઓમાનમાં પણ દુઃખની લાગણી ફેલાઇ જવા પામી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.