તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાવર પટ્ટીમાં તોફાની વરસાદથી પાકના કૂમળા છોડને નુક્સાન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક પાકો ભારે પવનના કારણે જમીન દોસ્ત થયા

પાવર પટ્ટી વિસ્તાર ના મુખ્ય મથક નિરોણા તેમજ આજુબાજુના ગામોમા ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે જુવાર, ગુવાર, મગ, તલ સહિતના પાકો જમીન દોસ્ત થતાં ખેડૂતો તેને સરખા કરવાના કામમાં જોતરાઇ ગયા હતા.

વહેલી સવારના ખેડૂતો પોતાના ખેતરોમાંમા જતા પાકના નાના નાના છોડ જમીન દોસ્ત જોવા મળ્યા હતા જેને લીધે કિસાનો માટે નવી આફત ઊભી થઇ હતી. હાલ આ પાક બાલ્ય અવસ્થામા છે જેની નાજુક અને કુમળી ડાળો તેજ પવનના કારણે ક્યાંક તૂટી ગઇ છે તો ક્યાંક જમીન દોસ્ત થઇ છે તેમ છતાં આ નુકસનને ગણકાર્યા વિના મોંઘેરા મહેમાન મેહુલાના આગમન ખેડૂતો સવારે જમીન દોસ્ત થયેલા છોડને સરખા કરવાના કાર્યમા જોડાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...