નિર્ણય:નવેમ્બરથી સપ્તાહમાં ચાર દિવસ નહીં દરરોજ ભુજ થી મુંબઇની વિમાન સેવા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ સ્લોટ ઓછા હોવાથી સપ્તાહમાં ચાર દિવસ જ ફ્લાઇટ ઉડાન ભરે છે
  • રણોત્સવની સીઝન ટાણે દરરોજ ફલાઇટ થતા પ્રવાસીઅોની સંખ્યા વધશે

ભુજ અેરપોર્ટથી મુંબઇની વિમાન સેવા હાલ સપ્તાહમાં ચાર દિવસ જ છે, કંડલાથી મુંબઇ અને દિલ્હી માટે દરરોજ પાંચ ફલાઇટ ઉડાન ભરે છે. જો કે, પહેલી નવેમ્બરથી દરરોજ ભુજથી વિમાન મુંબઇ માટે ઉડાન ભરશે. રણોત્સવની સીઝન પણ શરૂ થતી હોવાથી દરરોજ ફલાઇટને કારણે કચ્છમાં પ્રવાસીઅોની સંખ્યામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. સપ્તાહના ચાર દિવસ અેટલે કે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારના ભુજથી મુંબઇ માટે વિમાન સેવા ચાલુ છે, જેના લીધે પ્રવાસીઅોનો ધસારો કંડલા તરફ ફંટાઇ જાય છે.

ભાવનગર અેરપોર્ટને સ્લોટ ફાળવાતા ભુજ અેરપોર્ટના સ્લોટમાં કાપ મુકાયો હોવાની વાત અગાઉ જાણવા મળી હતી. હાલ સરકાર તરફથી 70 ટકા સ્લોટ ફાળવાયા હોવાથી ભુજ અેરપોર્ટનો સમાવેશ થયો નથી જેના કારણે સપ્તાહમાં ચાર દિવસ જ વિમાન સેવા કાર્યરત છે. અેરપોર્ટના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પહેલી નવેમ્બરથી દરરોજ વિમાન સેવા કાર્યરત થશે. હાલ સ્લોટની મર્યાદાને કારણે ચાર દિવસ જ વિમાન સેવા મળી રહી છે. કંડલા અેરપોર્ટ પર અગાઉથી જ સ્લોટ ફાળવાયેલા હોવાથી દરરોજની પાંચ ફલાઇટ ઉડાન ભરી રહી છે.

બીજી તરફ રણોત્સવની સીઝન નવેમ્બર માસથી શરૂ થાય છે ત્યારે ભુજ-મુંબઇ માટે દરરોજ ફલાઇટ કાર્યરત હોવાથી પ્રવાસીઅોનો પણ ધસારો નોંધાય તેવી સંભાવના સેવાઇ રહી છે. પ્રવાસન સીઝન ટાણે ફલાઇટ સેવા જરૂરી છે, વિમાન સેવા ન હોવાને કારણે સ્થાનિકે હોટેલ ઉદ્યોગ તેમજ અન્ય ધંધાકીય ક્ષેત્રમાં મંદી રહેતી હોય છે. અામ, ફલાઇટ સેવા દરરોજ હોવાને કારણે કચ્છમાં ધંધાકીય ક્ષેત્રમાં પણ તેજી અાવી તેવા અેંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...