તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:કચ્છમાં 108 એમ્બ્યુલન્સના એપ્રિલમાં દૈનિક સરેરાશ 4.4 કેસથી ઘટી હવે 3.15 થયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલનો વેઇટિંગ સમય 5થી 7 મિનિટથી વધી 18 મિનિટ પહોંચ્યો હતો જે ફરી ઘટી રહ્યો છે
  • એપ્રલ માસમાં કચ્છમાં 108એ અધધ 3748 કેસ હેન્ડલ કર્યા હતા
  • સાૈથી વધુ કેસ ગાંધીધામ-કંડલામાં 494 જ્યારે ભુજમાં 489 કેસ આવ્યા

કચ્છમાં માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં વધારો થયા બાદ એપ્રિલમાં સ્થિતિ બેકાબુ બની હતી. હાલ ટેસ્ટ ઘટાડવામાં આવતા કેસો પણ ઘટ્યા છે. તેની સીધી અસર 108 એમ્બ્યુલન્સમાં આવતા કેસો પર પડી છે. જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં દર્દીઓ માટે દોડતી કુલ 38 એમ્બ્યુલાનો દૈનિક કેસોનો સરેરાશ સામાન્ય દિવસોમાં 3 કેસો હોય છે. તેની સામે એપ્રિલ માસમાં તે સરેરાશ 4.4 પહોંચ્યો હતો. જે ચાલુ માસે ફરી 3.15ની આસપાસ આવી ગયો છે. હોસ્પિટલનો વેટીંગ ટાઇમ પણ ઘટી ગયો છે.

કચ્છમાં દસ તાલુકામાં કુલ 38 જેટલી 108 એમ્બ્યુલન્સ છે. નોર્મલ દિવસોમાં પ્રતિ એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસ 3 ની આસપાસ હોય છે. પરંતુ એપ્રિલ માસમાં જિલ્લાની સ્થિતિ બેકાબુ બની હતી. એકલા આ માસમાં 108ને અધધ 3748 જેટલા કેસ આવ્યા હતા. એટલે કે એક એમ્બ્યુલન્સ દીઠ 4.4ની દૈનિક સરેરાશથી કેસો આવ્યા હતાં. જોકે ચાલુ મહિને સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો છે. 1લી મેથી 6 મે સુધી કુલ 720 કેસ આવ્યા છે. એટલે કે 3.15 જેટલા કેસ પ્રતિ એમ્બ્યુલન્સ આવી રહ્યા છે. વળી હોસ્પિટલ વેઈટીગ ટાઈમ નોર્મલ દિવસોમાં 5 થી 7 મિનિટનો હોય છે. જે એપ્રિલ મહિનામા 18 મિનિટ અને 25 સેકન્ડ થયો હતો. ચાલુ મહિને હોસ્પિટલ વેઈટીગ ટાઈમ 17:22 મિનિટનો થયો છે.

વળી કચ્છમાં 108ને જિલ્લા તંત્રનો સારો સહયોગ રહ્યો જેથી. બીજી જિલ્લાની જેમ અહીં કલાકોનું વેઈટીગ રહ્યું નથી. અધિકારી કમલેશ પુરોહિતનું અન્ય અધિકારી સાથે સારૂ સંકલન હોવાથી દર્દીઓને સારી સેવાઓ મળી રહી છે. એપ્રિલ માસની વાત કરવામાં આવે તો શહેરોની સાથે ગ્રામિણ વિસ્તારોમાં પણ 108ને સરેાશથી વધારે કેસો મળ્યા હતા. ખાસ કરીને ગાંધીધામ-કંડલા, ભુજ અને અંજારમાં સાૈથી વધારે કેેસો મળ્યા હતાં. ભુજમાં બે સ્થળોના લોકેશનને કુલ મળીને 489 કેસ, ગાંધીધામ અને કંડલાને 494 કેસ તથા અંજારમાં 217 કેસ આવ્યા હતાં.

એપ્રિલ માસમાં સેન્ટર પ્રમાણે 108ની મદદ લેવાઇ

સ્થળકેસદૈનિક સરેરાશ
આડેસર903
અંજાર2177.23
બાલાસર1163.86
ભચાઉ1454.83
ભિરંડીયારા832.76
ભુજ-22317.7
દયાપર933.1
દેશલપર(ગું)1133.76
દુધઇ1153.83
ડુમરા852.83
ભુજ જી.કે.2588.6
ગઢશીશા1304.33
ગાંધીધામ2518.36
જખાૈ672.23
જનાણ732.43
કંડલા2438.1
ખાવડા1264.2
માંડવી1384.6
મુન્દ્રા1334.43
નખત્રાણા1725.73
નખત્રાણા-21745.8
નલિયા923.06
નિરોણા842.8
મોથાળા1083.6
રાપર1254.16
સામખિયાળી1244.13
વર્માનગર531.76
વાયોર1093.63

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...