કોમી એકતાનું પ્રતીક:કાળી ચૌદસે કચ્છમાં દાદા મેકરણે લાલિયા-મોતિયા અને 42 લોકો સાથે જીવંત સમાધી લીધી હતી

સામખિયાળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાદા મેકરણની સમાધીની તસવીર - Divya Bhaskar
દાદા મેકરણની સમાધીની તસવીર
  • કોમી એકતાના પ્રતીક દાદાએ 12 વર્ષની વયે ભેખ ધારણ કર્યો હતો
  • ગુરુ દત્તાત્રેયે કહ્યું - ભૂખ્યા, દુખિયાની સેવા કરો ને કાવળ લઇને નીકળી પડ્યા

દીપોત્સવી પર્વોની શરૂઆત થઇ ગઇ છે અને બુધવારે કાળી ચૌદશ છે અને તે દિવસે જ કોમી એકતાના પ્રતીક સંત મેકરણ દાદા સહિત કચ્છના 42 લોકોએ જીવતા સમાધી લીધી હતી. સૂફી સંત દાદા મેકરણનો જન્મ વિક્રમ સવંત 1721 વિજયાશમી (દશેરા)ના દિવસે કચ્છના ખોંભડીમાં પિતા હરધોરજી અને માતા પબાબાના ઘરે થયો હતો. તેઓ ભટ્ટી દરબાર ક્ષત્રિય કુળમાંથી આવે છે ત્યારે દાદા મેકરણે 12 વર્ષની ઉંમરે માતાના મઢ જઈને આશાપુરાના આશીર્વાદ લઇ ભેખ ધારણ કરી, માતાનામઢ આશ્રમમાં રહેવા લાગ્યા હતા.

એક દિવસ આશ્રમની ઘોડી ચોરાઈ જતાં, ગાદીપતિ મહંત ગુરુ ગાગારાજાએ મેકરણ દાદાને ઘોડી શોધવા કહ્યું તો દાદા ઘોડીની શોધમાં કથકોટ આવ્યા, ત્યાં ચોરાયેલી ઘોડી શોધીને માણસો સાથે તે ઘોડી માતાનામઢના મહંતને મોકલાવીને પોતે ગિરનારની વાટ પકડી હતી, જયાં તપસ્યા કરતાં, ગુરુ દતાત્રય ભગવાન પ્રસન્ન થયાં અને દાદા મેકરણને કાવળ ભેટ કરીને, કહ્યું કે, ભૂખ્યા અને દુખિયાની સેવા કરો. અા સાંભળીને દાદા મેકરણ કાવળ લઇને કચ્છ તરફ નીકળી પડ્યા હતા.

તેમણે જૂનાગઢની બાજુમાં બીલખામાં 12 વર્ષ, ભચાઉ તાલુકાના જંગીમાં 12 વર્ષ અને ભુજ તાલુકાના લોડાઇમાં 12 વર્ષ સુધી તપસ્યા કરીને ત્યાંથી અમુક સમય પાકિસ્તાનના સિંધ પ્રાતમાં રોકાયા હતા. ત્યારબાદ ધ્રંગમાં વિક્રમ સંવત 1786 આસો વદ ચૌદશ (કાળી ચૌદશ)ના દાદા મેકરણે જીવતા સમાધી લીધી હતી અને અા જ દિવસે જુદા-જુદા ગામોમાં દાદાની સાથે 41 મળી 42 લોકોએ સમાધી લીધી હતી, જેમાં ધ્રંગમાં દાદાની સાથે 11 વ્યક્તિ, લાલિયો નામનો ગધેડો, મોતિયો નામનો શ્વાન, વીંછિંયામાં 5, રાપર ખોંખરામાં બે, આડેસરમાં સાત, વીડીજપસિંધમાં પારુરાજા અને મેધાબાઇ એમ બે, પરબવાવડીમાં બાર એમ 42 લોકોએ એક જ દિવસે એક જ સમયે સમાધી લીધી હતી.

આજ પર્યત પૂજન અર્ચન સાથે શિષ્ય પરંપરા જારી
કચ્છના જંગી અખાડામાં મહંત અશારામજી, પ્રેમજીરાજા, રતનજીરાજા, નરસંગરાજા, આણંદરામરાજા, ખીમરાજા, દેવીદાસરાજા, જીવણરામરાજા, દયારામરાજા, અરજણજીરાજા, રણછોડરાજા, મહંત વેલજી રાજા (વર્તમાન મહંત ),લોડાઇ અખાડામાં ભાણજીરાજા, સેવારામરાજા, લખમણરાજા, ગોપાલરાજા (વર્તમાન મહંત), ધ્રંગ અખાડામાં અરજણરાજા, રાયમલરાજા, વિજારાજા, માલારાજા, માવજીરાજા, ગંગારામરાજા, મુળજીરાજા, કુંવરજીરાજા, મનજીરાજા, કાનજીરાજા, મુળજીરાજા (વર્તમાન મહંત), રણછોડરાજા જેમણે ભુજની વ્રજ પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો અને તેઅો પીંગળ શાસ્ત્ર, ભાષાના જાણકાર હતા. તેમણે લખેલા ભજનો અને કાવ્યો આજે લોકમુખે ગુંજી રહ્યા છે. ભારાપર અખાડામાં મેઘજીરાજા, ક્લ્યાણજીરાજા, શામજીરાજા, રામજીરાજા, મુરજીરાજા, દેવજીરાજા (વર્તમાન મહંત) તથા શિષ્ય ભરતરાજા, મોરઝર અખાડામાં પૂંજલરાજા, મુળુરાજા, સુરારાજા, માંડણરાજા, વેલજીરાજા, દિલીપરાજા (વર્તમાન મહંત), આમ દાદાઅે જયાં-જયાં તપસ્યા કરી હતી, ત્યાં પૂજન-અર્ચન સાથે શિષ્ય પરંપરા યથાવત રહી છે.

પાકિસ્તાન અને ગુજરાતના કચ્છ, બનાસકાંઠામાં આવેલી સમાધી
પારબ્રહ્મરાજા અને મોંઘીબાઇ વિડીજંપ-સિંધ, સાધુ છતારામજી હથુગા-સિંધ, પુરસનરામકી જોડ-સિંધ, સામંતરાજા સાથે છ જણની સમાધી-વિંછિયા તા.ભુજ, મોમાયારાજા સાથે છ જણની સમાધી આડેસર(તા.રાપર), તેમના શિષ્ય શીલદાસજી અને તેમના શિષ્ય લખીરામની સમાધિ, દામજીરાજા ઉમૈયા તારાપર, ગોપાલરાજા જૂના કટારિયા, પાંચણજીરાજા-વિજયાસર, બાવા પ્રેમસાહેબ, માયો, મોમાયો, લીરલબાઇ અને મીણોની સમાધી-જંગી તેમજ મોમાઇમોરા, ગુજરિયા, તા.ભેસાણ, લોડાઇમાં લછીરામજી, કુનરિયામાં મોરાહું રાજા કાપડી, મોરઝરમાં પૂજલરાજા કાપડી, ધાવળામાં રાજા કાપડી તથા હંસારાજા કાપડી, કિડાણા, ધ્રંગ, માડવી તાલુકાના ડોણ, બનાસકાંઠામાં ધણી જગ્યાઓએ કાપડીની જીવંત સમાધિઓ છે.

દાદાએ કચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરિનારની કરી
દાદા મેકરણે ભેખ લઇને ક્ચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરનાર કરી હતી. બીલખામાં બાર વર્ષની તપસ્યા કરી હતી. નૂરસતસાગરની જગ્યાઅે ધૂણો આવેલો છે, જયાં લુશાળાની બાજુમાં ખોખરડા ગામમાં દાદા મેકરણનો છ મહિનાનો ધૂણો છે, જે લખમણ ઘૂણા તરીકે ઓળખાય છે. ત્યાંથી દાદા મેકરણ પરબવાવડીની જગ્યા કે, જયાં સિધ્ધ સરભંગ ઋષીનો જે ઘૂણો હતો તે દાદાએ ચેતન કર્યો હતો અને છ મહિના ત્યાં રોકાયા હતા. ત્યારબાદ ગુરૂદત અવતાર દેવીદાસજી, અન્નપૂર્ણા અમરમાં અને શાદુળભગત વગેરેઅે ધુણો સંભાળ્યો અને માનવસેવા શરૂ કરી હતી.

દાદાએ કરેલી આગમવાણી સાચી પડી
દાદા મેકરણના ધર્મના બહેન જશીબાઇ રબારી વાંઢિયામાં રહેતા હતા અને ગામના કાયાજી ઠાકોર મોડજી ત્યારે વાંઢિયાના જાગીરદાર હતા. તેમને સંતાન ન હોઇ તેઅો દાદાના દર્શનાર્થે અાવ્યા હતા. દાદાએ આશીર્વાદ આપ્યા કે, બે દીકરાનું અવરણ થશે. તેમાથી પ્રથમ દીકરાનું નામ નાથજી રાખજો જે મારૂ જ બીજુ સ્વરૂપ હશે. બીજાનું નામ દેવોજી રાખજો. નાથજીના લગ્ન થશે અને તેને નવ દીકરા થશે, તેમાંથી સાત જાગીરદાર અને બે દીકરાનો વંશ અાગળ નહીં ચાલે. દેવોજીને દશ દીકરા જન્મશે, જેઅો ઉચ્ચકોટીના ભક્તો હશે.

અન્ય સમાચારો પણ છે...