તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મીરજાપર પાસે બાઇકની ટક્કરે સાઇકલ ચાલકને ઇજા

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેવપર પાસે કારે બાઇકને ટક્કર મારતા બે ઘાયલ

મીરજાપર બસ સ્ટેશન પાસે બાઇક ચાલકે સાઇકલથી જઇ રહેલા 75 વર્ષીય વૃદ્ધને ટક્કર મારતા માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા એ-ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મીરજાપર બસ સ્ટેશન પાસેથી વાલજીભાઇ ભાણજીભાઇ ગજરા (ઉ.વ.75, રહે. મીરજાપર)વાળા પોતાની સાઇકલથી જઇ રહ્યા હતા ત્યારે જીજે 12 ડીએલ 2755ના ચાલકે પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીયાદીની સાઇકલને ટક્કર મારતા મગજના ભાગે હેમરેજ તથા ફેકચર તેમજ શરીરમાં અન્ય ભાગોમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. એ-ડિવિઝન પોલીસ મથકે બાઇક ચાલક સામે ફોજદારી નોંધાવાઇ હતી. તો બીજી તરફ નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ચાર રસ્તા પાસે જયદીપ બાબુલાલ મહેશ્વરી (ઉ.વ.20) અને અશોક બુદ્ધુભાઇ ગરવા (ઉ.વ.30) (રહે. બંને સાયરા યક્ષ)વાળા પોતાની મોટર સાઇકલ નંબર જીજે 12 ડીઇ 9998થી જતા હતા ત્યારે કાર નંબર જીજે 07 બીબી 2550ના ચાલકે ભટકાડીને નાસી છુટયો હતો. બંને જણને પગમાં તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો