કુતૂહલ:પ્રાગપર-2માં સફેદ પાડીના જન્મથી લોકોમાં સર્જાયું કુતૂહલ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના પ્રાગપર-2 ગામે ભેંસે સફેદ પાડીને જન્મ આપતા પંથકના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. સામાન્યપણે ભેંસ ભૂરા કે કાળા રંગની પાડીને જન્મ આપતી હોય છે પરંતુ લાખોમાં એકાદ કિસ્સામાં આવી અચરજતા જોવા મળતી હોય છે.પ્રાગપર-2ના મુકેશભાઈ મકવાણાના જણાવ્યાનુસાર ગામના પશુપાલક લીલાધરભાઈ દોહટની ભેંસે સફેદ પાડીને જન્મ આપ્યો હતો. તેઓ ત્રીસથી વધુ ભેંસ ધરાવે છે તેમજ આટલા વર્ષોમાં તેમણે ક્યારેક આવો બનાવ પ્રત્યક્ષ નિહાળ્યો ન હતો. આ સફેદ પાડીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા તેમજ ઘણા લોકો સ્થાનિકે પણ તેને જોવા રૂબરૂ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...