તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક અમલ:ભુજ અને ગાંધીધામમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ, પોલીસે 8 વાગતા જ બજારો બંધ કરાવી

ભૂજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કડક હાથે રાત્રિ કફર્યૂનો અમલ કરાવ્યો

પૂર્વ કચ્છના ગાંધીધામ અને પશ્ચિમ કચ્છના ભૂજ ખાતે કોરોના સંક્રમણ અટકાવવા હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે જારી કેરલા રાજ્યવ્યાપી મોટા શહેરોમાં રાત્રી કરફ્યુના આદેશ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસઅધિક્ષક સૌરભસિંઘના માર્ગદર્શન દ્વારા પોલીસ તંત્રએ કડક અમલવારીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા , અને નાની મોટી તમામ બજારોમાં વેઓરીઓને સૂચના આપી કલેકટરના જાહેરનામનું પાલન કરવા જણાવાઈ રહ્યુ છે

વાત કરવામાં આવે ભૂજની તો શહેરની મુખ્ય બજારોમાં અનમ રિંગરોડ, વણીયાવાડ, છઠ્ઠી બારી, જ્યુબિલી સર્કલ , હિસ્પિટલ રોડ વગેરે આંતરિક અને બહારની સેવનસ્કાય વિસ્તારની દુકાનો અને મોલ સમયસર બંદ કરાવવામાં આવ્યા હતા લોકોએ પણ જીવન જરૂરી વસ્તુઓની ખરીદી વહેલાસર કરી લીધી હતી અમુક સ્થળોએ છુટા છવાયા નાના પાનના ગલ્લા અને ખાણીપીણી વાળા ખુલ્લા જોવા મળ્યા હતા .

ગાંધીધામ શહેરના વિસ્તારોમાં પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક મયુર પાટીલના માર્ગદર્શન તળે પોલીસ પ્રશાસન કોરોના માર્ગદર્શિકા અનુસાર કામગીરીમાં વ્યસ્ત દેખાયું હતું શહેરના ચાવલા ચોક, ઝંડા ચોક, વચલી બજાર, ગાંધી માર્કેટ , કચ્છ કલા રોડ તેમજ ઓસ્લો સર્કલ અને લીલાસા ચોક વિસ્તારની દુકાનો સમયસર વેપારીઓએ વધાવી લીધી હતી અને પોતાના ગંતવ્ય સ્થળે રવાના થતાં જોવા મળ્યા હતાદરમ્યાન કોરોના અટકાવ પ્રત્યે હાઈકોર્ટ અને સરકારની ગંભીર પ્રતિક્રિયા બાદ પણ જિલ્લાની અમુક વહીવટી કચેરીઓમાં કોરોના નિયમોની અનદેખી થતી જોવા મળી હતી આજે બુધવારે મુન્દ્રની મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ વિના માસ્કે કામ કરતા નજરે ચડ્યા હતા જે ખરેખર તંત્રની બેદરકારી છતી કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો