તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી:ખરીફ પાકનું ખેડલાયક જમીનના 15માં ભાગનું વાવેતર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પૂર્વે જ કચ્છમાં 7.53 લાખ હેકટરમાંથી 49014 હેકટરમાં વાવણી: કપાસનું સૌથી વધુ 35333 હેકટરમાં વાવેતર
  • સાૈથી વધુ 35333 હેકટરમાં કપાસ અને 6667માં મગફળી વવાઈ

કચ્છમાં ખરીફ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, જેમાં જિલ્લાની ખેડવાલાયક 7 લાખ 53 હજાર 907 હેકટરમાંથી 49014 હેકટરમાં અેટલે કે 15.38માં ભાગમાં ખરીફ પાકની વાવણી પણ થઈ ગઈ છે. અામ, હજુ સુધી ખેડવાલાયક 7 લાખ 53 હજાર 907 હેકટરના માત્ર 6.50 ટકા જમીનમાં જ વાવેતર થયું છે, જેમાં પણ સાૈથી વધુ 35333 હેકટરમાં કપાસ અને 6667 હેકટરમાં મગફળી વવાઈ છે.

તાલુકા મુજબ હેકટરમાં

તાલુકોવાવેતરખેડવાલાયક જમીન
અબડાસા540098229
અંજાર1079071420
ભચાઉ3505115958
ભુજ1227593158
ગાંધીધામ705141
લખપત18032622
માંડવી614577963
મુન્દ્રા281449270
નખત્રાણા640570017
રાપર1430140129
કુલ49014753907

કચ્છમાં 18825 હેકટરમાં 1.78 લાખ મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન
કચ્છમાં ચાલુ સાલે 18825 હેકટરમાં 178461 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થયું છે. જે પૈકી ટીસ્યૂ કલ્ચર ખારેક માટે વર્ષ 100 ખેડૂતોને 84 હેકટર વાવેતર માટે 1.42 કરોડનીસહાય ચૂકવવામાં આવી છે.
જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ભુજ અને માંડવી જેવા તાલુકામાં ખારેકનો મબલક પાક થાય છે.

ખારેકના કોમર્શિયલ ફાર્મિંગ પણ થાય છે. જયાં મોટા પ્રમાણમાં આધુનિક ટેકનોલોજી સાથે ખારેકનું ઉત્પાદન, શોર્ટિંગ, ગ્રેડીંગ અને પેકીંગ કરવામાં આવે છે. બાગાયત ખાતા તરફથી ટીસ્યૂ કલ્ચર ખારેકના પ્લાન્ટીંગ મટીરીયલ માટે પ્રતિ હેકટર દીઠ સહાય ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 1250 પ્રતિ રોપા, બેમાંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ 1.56 લાખ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાય છે. પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60 ટકા તેમજ બીજા વર્ષો જો 75 ટકા રોપા જીવંત હોય તો બાકીના 40 ટકા સહાય મળવાપાત્ર થાય છે.

અન્ય સમાચારો પણ છે...