તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને આમંત્રણ:ગાંધીધામના સુંદરપુરીમાં શાક માર્કેટમાં દરરોજ લોકોની ભીડ, તંત્રને કાર્યવાહી કરવા માંગ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ગાઈડલાઈ ભૂલી હજારો લોકો શાકભાજી ખરીદવા ઉમટી પડે છે

પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગંધીધામ શહેરમાં નવી સુંદરપુરી વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લોકો કોરોના મહામારીને અવગણીને હાજરોની સંખ્યામાં દરરોજ શાકભાજી ખરીદવા ઉમટી પડે છે. કોરોના ગાઈડલાઈની અમલવારી વગર ઉમળતી ભારે ભીડ કોરોનાકાળમાં ભારે પડી શકે છે. આ માટે તંત્ર યોગ્ય દિશાનિર્દેશ જારી કરે તે જરૂરી બન્યાનું બુદ્ધિજીવીઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના કોરોના બીમારી માટે સંવેદલશીલ 36 શહેરો પૈકી ગાંધીધામનો પણ સમાવેશ થાય છે અને કોરોના કેસમાં ઘટાડો એક સપ્તાહ પૂર્વજ બજારોમાં આંશિક રાહત સાથે તંત્ર દ્વારા નિયંત્રણ હળવા કરાયા છે. ત્યારે એજ શહેરમાં કોરોના પ્રત્યેની આ પ્રકારની બેદરકારી સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે અતિ ગંભીર પરિણામ લાવી શકે છે. તંત્ર દ્વારા શાકભાજીના ખરીદ વેંચાણ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...