તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકાશપર્વ:ભુજમાં આ વર્ષે દિવાળીની સવારે મંદિરોમાં ભકતોની ભીડ અને દાયકાઓની પરંપરા મુજબ આતશબાજી નહીં

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ શહેરમાં સામાન્ય રીતે દિવાળીની સવારે મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ, કોરોનાની અસર કહો કે, તિથિઓની અસમંજસ કહો, ભક્તોના ધસારાને બદલે એકલદોકલ અવરજવર જોવા મળી હતી. જોકે, વહેલી સવારે ઠંડી પણ હતી, જેથી ગરમ વસ્ત્રો પહેરેલા લોકો પણ નજરે પડતા હતા. બીજી તરફ વહેલી સવારે હમીરસર કાંઠે દાયકાઅઓથી પરંપરા મુજબ કરાતી આતશબાજી પણ જોવા મળી ન હતી.

અલબત્ત, અગમચેતી રૂપે પોલીસ વાહન ફરતું નજરે પડ્યું હતું. જોકે, સૂર્યોદય બાદ ધીરે-ધીરે લોકોની અવરજવર વધી હતી, જેમાં ખાસ કરી લાંબી વોકિંગ કરી ઘર તરફ જતા લોકો વિશેષ હતા. આમ, કોરોના અને તિથિઓની અસમંજસે દિવાળીની વહેલી સવારે પરંપરાગત ઉજવણીના રંગમાં ભંગ કરી દીધો હતો. જોકે, મંદિરો રોશનીથી શણગારેલા જોવા મળ્યા હતાં, જેમાં ગાયત્રી મંદિર, રામ દરબાર, સ્વામિનારાયણ મંદિર, ધિંગેશ્વર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. હાટકેશ મંદિરે નાગરજ્ઞાતિઅે નોંધનીય સંખ્યામાં મંગળા અારતીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો