તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંરક્ષણ વિભાગ મોટો ફેરફાર:જળસીમા પર પાક. મરીનના બદલે નેવીના કમાન્ડો પ્રથમ હરોળમાં રહેશે

નારાયણ સરોવર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાકિસ્તાન મરીન સિક્યુરિટી પોતાનો સંકેલો કરે તેવી શક્યતા
  • આંતરરાષ્ટ્રીય જળસીમા અને ક્રિકોની જવાબદારી નેવી લેશે

કચ્છ સામેપાર આંતરરાષ્ટ્રીય જળસીમાની સિરક્રિક અને નાની મોટી ક્રિકોમાં અત્યાર સુધી પાકિસ્તાન મરીન સિક્યુરિટીના જ હવાલે હતી. પ્રથમ મરીન સિક્યુરિટીના ગાર્ડ રહેતા હતા જોકે હવે પાકિસ્તાન સંરક્ષણ વિભાગ મોટો ફેરફાર કરવા જઇ રહ્યો છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટીની જગ્યાએ હવે પ્રથમ પાકિસ્તાન નેવીના કમાન્ડો રહેશે.

કચ્છ સરહદને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, કચ્છ સામેપાર પાકિસ્તાની એજન્સીઓ ભારત પર દબાવ બનાવવા માટે સતત પ્રયત્ન કરતી હોય છે. હાલ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અને પાકિસ્તાન નેવી કમાન્ડો સાથે જ પેટ્રોલિંગ કરે છે, જેથી આંતરરાષ્ટ્રીય જળસીમાની ક્રિક સુધી તમામ જગ્યાઓ તે ઓળખી શકે અને સેટ પણ થઇ જાય તેમ છે. હાલ ભારત પાકિસ્તાની માછીમારોની બોટો બંધ છે એ બંધના સમયગાળામાં પાક નેવીના કમાન્ડો સરહદે સેટ થઇ જશે.

પાક નેવીના કમાન્ડો સેટ થતા જ ધીરે ધીરે તબક્કાવાર પાકીસ્તાન મરીન સિક્યુરિટી પોતાનો સંકેલો કરશે, એક રીતે પાછળ હટી જશે. મહત્વની જવાબદારી આંતરરાષ્ટ્રીય જળ સિમા અને ક્રિકોની તમામ જવાબદારી પાક નેવિના કમાન્ડો લઇ લેશે. સરહદે આ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી અરબસાગરમાં ઉતપાત માટે કુખ્યાત છે, તેમની જગ્યા હવે પાકિસ્તાન નેવીના કમાન્ડો લેશે. પાક મરિન સિક્યુરિટી પાકિસ્તાન કોસ્ટગાર્ડનો ભાગ છે. પાક નેવિ કમાન્ડોને તે નેવિનો ભાગ છે.

સુત્રોનું માનીએ તો કચ્છ સામેપાર સંપુર્ણ સરહદ પાક નેવિના કમાન્ડો સંભાળશે જે ચિંતાની વાત છે. એક રીતે પાકિસ્તાન મોટી ગેમ રમી રહ્યો છે. કહેવાય છે કે પાક નેવિ કમાન્ડોનું તમામ કાર્ય પદ્ધતિ સિક્રેટ હોય છે. તેમનું કાંઇ બહાર આવતો જ નથી. તમામ હથિયારની જાણકારી નેવિ કમાન્ડોને હોય છે. પાકિસ્તાનની નજર હમેંશા ભારતની ક્રિકો પર હોય છે. તેમાં ખાસ કરીને સિરક્રિક પર લાંબા સમયના પ્લાનીંગ બાદ પાક સંરક્ષણ વિભાગે પાક નેવિના કમાન્ડો તૈનાત કર્યા છે. પાક નેવિના કમાન્ડો સંપુર્ણ સરહદ પર પ્રથમ હશે એ દર્શાવે છે કે પાકિસ્તાનની દાનતમાં ખોટ છે.

જાણકારો આ વાતને ગંભીર માની રહ્યા છે અને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની મોટી ગેમ માનવામાં આવે છે. પાકિસ્તાન સરહદે મોટા ફેરફાર ભારતની એજન્સીઓની નજરમાં છે. પાકિસ્તાન નેવિ કમાન્ડો પર આપણી એજન્સીઓની પાછળ છે અને પાછળ જ રહેવાના છે, ગમે તેટલુ કુદાકુદ કરે પણ તેની મનની મનમાં જ રહેવાની છે. ભારતની એજન્સીઓના મુકાબલે પાક ઘણુ પાછળ છે .

અન્ય સમાચારો પણ છે...