આયોજન:કચ્છને અડીને આવેલા થરપારકરમાં પાકિસ્તાનના વિદેશમંત્રી દિવાળી ઉજવશે !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુઓની વધુ વસ્તી ધરાવતા પંથકમાં રેલીને સંબોધશે
  • સરહદી વિસ્તારોમાં મોટા નેતાની મુલાકાતથી ભારતીય અેજન્સી સતર્ક

કચ્છને અડીને અાવેલા સિંઘ પ્રાંતમાં હિન્દુઅોની વસતી વધારે છે. ખાસ કરીને સરહદને લગતા વિસ્તારોમાં મોટી સંખ્યામા હિન્દુઅો વસવાટ કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી કચ્છ સાથે સરહદ ધરાવતા થરપારકર જિલ્લામાં રેલીને સંબોધન કરવાની સાથે હિન્દુ પરિવારના ઘરે જઇ દિવાળીની ઉજવણી કરશે. અા કાર્યક્રમ કચ્છની સામેપાર અાવેલા મીઠી શહેરમાં થશે. પાકિસ્તાનમાં કેન્દ્રમાં સત્તારૂઢ રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સામે હાલ દેશમાં વિરોધ છે.

તેની બીજીબાજુ પક્ષે હવે સિંધ પ્રાંતમાં તેના જન સંપર્ક અભિયાનને ઝડપી બનાવ્યું છે અને કાર્યકર્તા સંમેલન અને રેલીઓનું આયોજન કર્યું છે. પીટીઆઈ 4 નવેમ્બરે કચ્છને અડીને અાવેલા થરપારકરમાં એક રેલીનું આયોજન કરશે, જેમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી હાજરી આપશે. આ ઉપરાંત રાજકીય પક્ષો પણ 4 નવેમ્બરે હિન્દુ સમુદાયના દિવાળી તહેવારની ઉજવણી કરશે. કુરેશીના આગમન બાદ દિવાળીના તહેવારના સંદર્ભમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. કુરેશી કરાચીમાં શરૂ થનારી રેલી સાથે ઉમરકોટ પહોંચશે.

ઉમરકોટમાં કુરેશી રેલીને સંબોધશે. બાદમાં, તે મીઠી જાહેર સભાના સ્થળ માટે પ્રયાણ કરશે. મીઠીમાં પણ જાહેર સભાનું અાયોજન છે. વિદેશમંત્રીની સરહદી વિસ્તારમાં મુલાકાતના પગલે ભારતીય સુરક્ષા અેજન્સીઅો પણ ચાંપતી નજર રાખી રહી છે. કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલું છે અને પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો ટાંકણે સામેપાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ હિન્દુઓની વસ્તી ધરાવતા સિંધ પ્રાંતની મુલાકાત લેતાં ભારતીય એજન્સીઓ સતર્ક બની છે.

અન્ય સમાચારો પણ છે...