તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક ચીની જહાજ પાકિસ્તાની નેવીમાં થશે સામેલ:કચ્છની સામે પાક. ચીનની મદદથી જળ સુરક્ષાની દ્રષ્ટીઅે બને છે વધુ મજબુત

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાકિસ્તાનના ચીન સાથે થયેલા સોદા પ્રમાણે ફ્રિગેટ કક્ષાનું બીજુ યુદ્ધ જહાજ શાંધાઇમાં બનીને તૈયાર

ચીની પગ- પેસારો પૂર્વ સરહદથી લઇને છેક કચ્છની સામેપાર પાકિસ્તાનના સિંઘમાં છે. તો કચ્છની સામે પાકિસ્તાની જળસીમામાં પણ મોટાપાયે ચીનની દખલગીરી છે. પાકિસ્તાનમાં ઉદ્યોગોમાં ચીનના રોકાણની સાથે લશ્કરી ગતીવીધીમાં પણ ચીનની હાજરી હવે દેખાવા લાગી છે. ચીન સાથે યુદ્ધ જહાજ માટે કરેલા કરાર અંતર્ગત પાકિસ્તાનને વધુ અેક જહાજ મળવા જઇ રહ્યું છે. જેના પગલે કચ્છ પાસેનો સમુદ્ર કિનારો વધુ સંવેદનશીલ બન્યો છે.

ભારતની સામે પાકિસ્તાન અને ચીનનો ખતરો દિવસો-દિવસ વધતો જાય છે. ભારતના ત્રણેય સેના પ્રમુખો પણ વારંવાર ભારત બે મોરચે યુદ્ધ લડવા સક્ષમ છે તેવા દાવા કરે છે. કચ્છની વાત કરવામાં અાવે તો સામેપાર બોર્ડરની નજીક જ સિંધમાં મોટાપાયે ચીનનું રોકાણ છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરના નામે ખાણ, પાવરપ્લાન્ટ, પોર્ટ સહિતનું ચીનની કંપની સંચાલન કરી રહી છે. માળખાગત સુવિધાઅો પણ ચીન નિર્માણ કરી રહ્યું છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટનું સંચાલન ચીન પાસે છે. જે ભારતની સુરક્ષા સામે ગંભીર ખતરો તરીકે લેખાવામાં અાવી રહ્યું છે. તેવામાં તાજેતરમાં જ કરાચી પાસેના ટાપુઅો પણ પાકિસ્તાન વિકાસના નામે ચીનને અાપવાની કોશિશ કરી રહ્યું છે.

અા બધાની સામે લશ્કરી ક્ષેત્રે પણ પાકિસ્તાન હવે ચીન પર નિર્ભર થતુ જાય છે. જેની અસર કચ્છની બોર્ડર પાસે પણ દેખાશે. પાકિસ્તાને વર્ષ 2017માં ચીન સાથે ચાર યુદ્ધ જહાજ માટે કરાર કર્યા હતા. તેના ભાગરૂપે અેક જહાજ તો પાકિસ્તાનને અોગસ્ટ 2020માં મળી પણ ગયું હતું. હવે બીજુ જહાજ પણ પાકિસ્તાનને અાપવાની તૈયારીમાં છે. ફ્રિગેટ કક્ષાના અા જહાજ અાધુનિક છે.

અરબ સાગરમાં ભારતને ટક્કર અાપવાની ધૂનમાં પાકિસ્તાન પાણીની જેમ સામરીક સામગ્રીમાં રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. અને વધુમાં વધુ ચીનનુ દેવાદાર થઇ રહ્યુ છે. અા નવુ યુદ્ધ જહાજ શાંધાઇમાં તૈયાર થઇ ગયું હતું. અને તેને પાકિસ્તાનને સોંપવામાં અાવશે. અા ચીનના વધુ બે યુદ્ધ જહાજના અાગમનથી ભારતીય અેજન્સીઅો પણ સક્રિય છે. જોકે પાકિસ્તાન ગમે અેટલા હવાતીયા મારે પણ અરબ સાગરમાં ભારતની તાકાત અને સૈન્ય સામગ્રી પાકિસ્તાન કરતા અનેકઘણી વધારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો