તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:લાયજાની કરોડોની ઠગાઇ કેસમાં અગ્રણીને મેસેજ પર ધમકી અપાતા ફોજદારી

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘મારા ભાઇને ભુલીને જે કરવું હોય તે કર, નહીંતો મારી નાખીશ’ ચારણ સમાજ પ્રમુખને ધમકી
  • માંડવી પોલીસને લેખિતમાં ફરિયાદ અાપતા અારોપીના ભાઇ સામે ગુનો નોંધાયો

અખિલ કચ્છ ચારણ સમાજના જિલ્લા પ્રમુખ અને માજી પોલીસ અધિકારી લાયજા ગામે થયેલી સાડા ચોવીસ કરોડની ઠગાઇ કેસમાં સીઅાઇડી ક્રાઇમના સાહેદ છે, જે ઠગાઇ પ્રકરણના અારોપીના ભાઇઅે બે-ત્રણ ફોન કર્યા હતા બાદમાં કચ્છીભાષામાં ‘મુજે ભા કે ભુલીને જે કરનું વે ઇ કરજે, ન કા જાનથી મારી વજધોશે’ તેવો મેસેજ કરતા માંડવી પોલીસમાં લેખિત ફરિયાદ અપાઇ હતી. જે સંદર્ભે માંડવી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર બનાવની વિગત મુજબ, લાયજા ગામે કરોડોના જમીન સોદામાં પ્રભુ રામ ગઢવી સહિત ત્રણ જણે જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરા)વાળા સાથે સોદો કર્યો હતો, જેમાં બોગસ દસ્તાવેજ બનાવી સાડા ચોવીસ કરોડની ઠગાઇ કરી હોવનું ખુલ્યા બાદ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જે સબંધે અખિલ કચ્છ ચારણ-ગઢવી સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીઅે જુદી જુદી સાત ફરિયાદો અાપી હતી, જેથી સરકારના અાદેશ થકી અેક કેસમાં વિધિવત ગુનો દાખલ કરાયો હતો અને છ ફરિયાદો રાજય સીઅાઇડી ક્રાઇમ વિભાગ તપાસ કરી રહી છે જેમાં વિજયભાઇ સાક્ષી છે.

માંડવી પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ મુજબ, મિત્રજીત વિજયભાઇ ગઢવી (ઉ.વ. 25) વાળાઅે મુરજી ઉર્ફે પચાણ ગઢવી સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીના પતિના મોબાઇલ નંબર પર રાત્રે બે ફોન અાવ્યા હતા, જે નંબર પ્રત્યુરામ ગઢવીના ભાઇ મુરજી ઉર્ફે પચાણ ગઢવીના નામથી સેવ હતા. બાદમાં થોડીવાર પછી અેક મેસેજ અાવ્યો હતો જેમાં લખ્યું હતું કે, મુળજી અઇયા સાહેબ, મુજે ભા કે ભુલીને કયો, જે કરનું વે ઇ, નકા મુથી વધુ કોઇ નાય, મુજે ભા જે વચમે અચીંધા ત જાનથી મારી વજધોશે. માંડવી પોલીસ મથકે ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રત્યુરામ ગઢવીની ચઢામણીથી મુળજી ગઢવીઅે ફોન અને મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી અાપતા પોલીસે ફોજદારી દાખલ કરી ચક્રો ગતીમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...