તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:માંડવી તાલુકાના મોમાયમોરામાં જમીન પચાવનારા ત્રણ સામે ફોજદારી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદમપરના બિલ્ડરે ગઢશીશા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ તળે ગુનો નોંધાવ્યો
  • બિનખેતી થયેલા પ્લોટોમાં મકાન બન્યા બાદ કબજો કરી લેવાયો

માંડવી તાલુકાના મોમાયમોરા ગામે પદમપરના બિલ્ડર દ્વારા જમીન બિનખેતી કરાવી પ્લોટો પાડવામાં અાવ્યા હતા, જે પ્લોટો લોકોઅે ખરીદી કર્યા બાદ મકાન બનાવ્યા છે. પ્લોટો પૈકી બે અને ત્રણ નંબરની લાઇનમાંથી ગામ બહાર જવા સરકારી રસ્તાથી અવર જવર કરતા હતા. જો કે, બંને લાઇનના સરકારી માર્ગ પર ત્રણ શખ્સોઅે કાચા-પાકા બાંધકામ ખડકી દેતા ગઢશીશા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળે ફોજદારી નોંધાવી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, માંડવીના પદમપર ગામે રહેતા હીરાલાલ હંશરાજ ધોળુ (પટેલ) વર્ષ 2011માં મોમાયમોરા ગામે સર્વે નંબર 148 વાળી જમીન ખરીદી કરી બાદમાં બિનખેતી કરાવી પ્લોટિંગ કર્યું હતું. લાઇન વાઇઝ પ્લોટિંગ કર્યા બાદ ત્યાં લોકોઅે મકાન બનાવી રહેવા લાગ્યા હતા. લાઇન નંબર બે અને ત્રણથી બહાર નીકળવા માટે સરકારી રસ્તાનો ઉપયોગ થતો હતો.

જો કે, અા સરકારી જમીન પર મુરા રાણા રબારી (રહે. મોમાયમોરા)વાળાઅે પાકા બાંધકામથી વરંડો બનાવી કબજો કરી લેતા માર્ગ બંધ થઇ ગયો હતો, તો દીપેશગીરી અમૃતગીરી ગોસ્વામી અને રાણા કાના રબારી (રહે. મોમાયમોરા)વાળાઅે બાવળોની ઝાડી ખડકી કબજો કરી લીધો હતો. અા ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ અેકટ તળે કાર્યવાહી કરવા માટે જિલ્લા કક્ષાની સમિતિ પાસે કરવામાં અાવી હતી. જિલ્લા કલેકટર તરફથી નક્કી થયેલી કમિટિમાં નાયબ પોલીસ અધિક્ષક ભુજને કાર્યવાહી કરવા હુકમ થતા ત્રણેય સામે ગઢશીશા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અેક્ટ હેઠળ ફોજદારી દાખલ કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...