તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદી:જખૌમાં 16 હજારની લાંચ લેનાર કોન્સ્ટેબલ સામે નોંધાયો ગુનો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગબનનારે ઓડિયો રેકોર્ડિંગ એસપીને મોકલતાં સમગ્ર મામલો સામે આવ્યો
  • પોલીસ મથકના CCTVમાં વિડીયો રેકોર્ડિંગમાં પુરાવા મળ્યા

અબડાસા તાલુકાના વિગાબેર ખાતે લગ્ન પ્રસંગે જાહેર નામાના ભંગની ફરિયાદ મુદે પિતા પુત્રને ડારો ડફારો કરીને જખૌ પોલીસ મથકના કોસ્ટેબલે 16 હજારની લાંચ લીધી હોવાની ઓડિયો ક્લીપ સાથે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહ સમક્ષ રજુઆત કરાતાં આરોપી કોન્સ્ટેબલ વિરૂધ લાંચ રૂસ્વતની કલમ તળે ગુનો નોંધાયો હતો. ઘટનાને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 12 મેના ફરિયાદી વિજેન્દ્રસિંહ દિલુભા સરવૈયાના નાના ભાઇઓ લગ્ન હોઇ દાડીયારા અને ડીજે સાઉન્ડ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન જખૌ પોલીસ પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અને ફરિયાદી અને તેના પિતાને જાહેર નામાના ભંગ બદલ કાર્યવાહી કરવા પોલીસ મથકે બોલાવ્યા હતા. દરમિયાન જખૌ પોલીસ મથકના પીએસઆઇના રાઇટર કોન્સ્ટેબલ રોહિતકુમાર હરજીભાઇ મકાવાણા હાજર હતા. ફરિયાદીએ તે વખતે પોતાના મોબાઇલમાં રેકોર્ડિગ ચાલુ કરી દીધું હતું.

ફરિયાદી પિતા પુત્ર સામે જાહેર નામાના ભંગનો ગુનો દાખલ થયો હતો. બાદમાં કોસ્ટેબલ રોહિતકુમારે ફરિયાદીના પિતાને કહ્યું હતું કે, તમારા એકથી જ ગુનો દાખલ કરવો છે કે, પરિવારના તમામ સભ્યોને ફીટ કરૂ ત્યારે ફરિયાદીએ તમામ ગુનો ન નોંધવા જણાવ્યું હતું.

આ કેસમાં ગીતા રબારીને પણ જખ મારીને માનકુવા પોલીસ મથકમાં હાજર થવું પડ્યું હતું તેવો દમ મારીને ફરિયાદી અને તેના પિતા પાસેથી રૂપિયા 25 હજારની માગણી કરીને પોલીસ મથકમાં ધકા ખાવા નહી પડે તેમ કહી બાદમાં 15 હજાર પીએસઆઇને અને મને પેટ્રોલના 3 હજાર પર મામલો પતાવાનું કહી અહીં પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચાલુ છે. તેમ કહી ગાડીમાં થોડે દુર લઇ જઇને આખરે 16 હજારની લાંચ લીધી હતી. એસપીને મળેલી ઓડિયો ક્લીપ પરથી તપાસ કરતાં જખૌ પોલીસ મથકના સીસીટીવી કેમેરામાં પણ સમગ્ર ઘટનાના પુરાવાઓ મળી આવતાં મંગળવારે આરોપી કોન્સ્ટેબલ રોહિત મકવાણા સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...