તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:મમુઆરામાં જમીન કેસમાં પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાસેની જમીન અન્યની હોવા છતાં ગેરકાયદે કર્યું દબાણ
 • રજૂઆતને પગલે 9 વર્ષ બાદ નોંધાઇ ફરિયાદ

ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા લેન્ડ ગ્રેબિંગના કાયદાને લઇ કચ્છમાં ધડાધડ ગેરકાયદે જમીન પચાવી પાડનારાઓ વિરૂધ ગુનાઓ નોંધાવા લાગ્યા છે.ત્યારે મમુઆરની સીમમાં આવેલી જમીનને ગેરકાયદે દબાણ કરી પચાવી પાડવાનો કારસો કરનારા પિતા-પુત્રો સહિત ત્રણ જણાઓ વિરૂધ પધ્ધર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની કલમ તળે ગુનો નોંધાયો છે.માધાપર રહેતા ગોવિંદભાઇ વીરજીભાઇ હીરાણીએ જિલ્લા સમિતિની બેઠકમાં કરેલી રજુઆતને પગલે પધ્ધર પોલીસે નવ વર્ષ જુના કિસ્સામાં મમુઆરા ગામે રહેતા ગોપાલ રૂડા જાટીયા, અને તેમના પુત્રો અશ્વિન અને મનસુખ વિરૂધ લેન્ડ ગ્રેબિંગની કલમ 4(3),5(સી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

ગોવિંદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે. કે, તેમની માલિકીની મમુઆરા ગામે સીમ વિસ્તારમાં આવેલી સર્વે નંબર 113-113/1 વાળી જમીનની બાજુમાં આવેલી ગોપાલભાઇ રૂડાભાઇ જાટીયાની જમીન હોઇ ફરિયાદીની જમીનનો સેઢો હટાવીને આરોપી પિતા-પુત્રોએ ગત 1 જાન્યુઆરી 2013 જમીનમાં ગેરકાદેસર પ્રવેશ કરીને દબાણ કરી લીધું હતું આ અંગે જિલ્લા સમિતિ સમક્ષ ફરિયાદીએ રજુઆત કરી હતી. દરમિયાન તપાસના અંતે આરોપીઓ વિરૂધ શનિવારે પધ્ધર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો