કાર્યવાહી:કચ્છથી ઊંટો લઇને હૈદરાબાદ જતા માલધારીઓ સામે મહારાષ્ટ્રમાં ગુનો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓને કતલખાને લઇ જવાતા હોવાનો અાક્ષેપ થતા 58 ઊંટોને જપ્ત કરાયા
  • જોકે કચ્છના​​​​​​​ માલધારીઅોઅે કહ્યું માત્ર માલ પરિવહનના ઉપયોગ માટે ઊંટનો ઉપયોગ

કચ્છના માલધારીઅો છત્તીસગઢની સાથે દક્ષિણ ભારતમાં પોતાના પશુઅો સાથે જતા હોય છે. પરંતુ કચ્છથી પોતાના ‌ઊંટ સાથે હૈદરાબાદ જઇ રહેલા માલધારીઅોને મહારાષ્ટ્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

મહારાષટ્રના અમરાવતી જિલ્લામાં અા બનાવ બન્યો છે. જેમાં હૈદરાબાદના 71 વર્ષીય કાર્યકર્તાની ફરિયાદ બાદ અમરાવતી શહેરથી લગભગ 50 કિમી દૂર આવેલા ધમણગાંવ નજીક પોલીસે કચ્છથી અાવી રહેલા 58 ઊંટ જપ્ત કર્યા હતા. ફરિયાદી - જસરાજ રૂપચંદ - આક્ષેપ કર્યો હતો કે ઉંટોને કતલ માટે હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યા હતા. જ્યારે કચ્છના માલધારીઅોનું કહેવું છે કે તેઓને કચ્છમાંથી ભારે માલના વહન માટે ઉંટોને લઇ જતા હતાં. પોલીસ એફઆઈઆર પ્રમાણે માલધારીઅો ઉંટોને રાજસ્થાનથી 1,200 કિલોમીટર દૂરથી લઇને અાવી રહ્યા હતાં. જે ક્રૂરતા સમાન છે.

મહારાષ્ટ્રમાં ઊંટની કતલ પર પ્રતિબંધ ન હોવાથી માત્ર પ્રાણીઓ પર ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુનો તો નોંધી લીધો પણ હવે સમસ્યા શરૂ થઇ છે. કબ્જે કરાયેલા ઊંટોને ખવડાવવું અને તેની જાળવણી કરવી તેમના માટે એક મોટું કામ બની ગયું છે. ધામણગાંવમાં જાનવરોને રાખવા માટે કોઈ મોટી જગ્યા નથી. રહેવાની વ્યવસ્થા માત્ર અમરાવતીમાં અાવીલી અેક ગૈશાળા છે. પોલીસે કચ્છના જ પશુપાલકોને કહ્યું છે કે ઉંટોને અમરાવતી સુધી લઈ જવા માટે કહ્યું છે. કેસ સંભાળતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 50 કિમીની ચાર દિવસની યાત્રા મંગળવારે સમાપ્ત થવાની ધારણા છે.

પશુપાલકોએ હવે ઊંટો મેળવવા માટે કોર્ટમાં અરજી કરવી પડશે. રબારી સમાજના સભ્યો દ્વારા ઊંટ લાવવામાં આવ્યા હતા. ઘેટાંના પશુપાલકો મૂળ કચ્છના રબારીઓ ઓછામાં ઓછા પાંચ દાયકાથી વિદર્ભ અને છત્તીસગઢમાં રહે છે. અેક માલધારીઅે જણાવ્યું હતું કે આ ઊંટોને નાગપુર, વર્ધા અને રાયપુર ખાતેની તેમની વસાહતોમાં પરિવહન માટે સમુદાયના સભ્યો દ્વારા ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા. અમે રાજસ્થાનથી નહીં પણ કચ્છથી અેક મહિના પહેલા નિકળ્યા હતાં. વિદર્ભ સુધી 1,000 કિમીથી વધુનું અંતર પાર કરવા અથવા છત્તીસગઢ સુધી જવા માટે ચાલવું એ એકમાત્ર માધ્યમ છે.

અન્ય સમાચારો પણ છે...