ધમકી:માંડવી બીચ પર વોટર સ્પોર્ટસ ધંધાર્થી બાખડયા, 4 સામે ગુનો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્કિંગ મુદ્દે બોલાચાલી થયા બાદ જાનથી મારી નાખવાની આપી ધમકી

માંડવીના બીચ પર વોટર પોર્ટસ સાથે સંકળાયેલા બે ધંધાર્થીઅો વચ્ચે બોટ પાર્ક કરવા મુદ્દે બોલાચાલી થતા ચાર શખ્સોઅે મળી બીજા ધંધાર્થીને માર માર્યો હતો. માંડવી પોલીસ મથકે ચારેય વોટર પોર્ટસ બોટના ધંધાર્થીઅો સામે ધક બુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અાપવા બદલ ગુનો દર્જ કરાયો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પંકજભાઇ સતીશભાઇ ભાનુશાલી (રહે. માંડવી)વાળાઅે અનવર અલી અાગરીયા, સલીમ ઉમર અાગરીયા, મુસ્તાક અાગરીયા અને કાદર મુસ્તાક અાગરીયા (રહે. માંડવી)વાળા સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદી બીચમાં ચાલતી વોટર પોર્ટસ રાઇડિંગનો વ્યવસાય કરે છે.

સાંજે સાડા છ વાગ્યે બીચ પર હતા ત્યારે મુસ્તાક અાગરીયાઅે અાવીને કહ્યું હતું કે, અમારા વોટર પોર્ટસ પોઇન્ટ પાસે તારી બોટ શુ કામ રાખે છે તેમ કહી ગાળાગાળી કરી હતી. ફરિયાદીને જગ્યાના જંતરીના ભાવે અેક ટકા લેખે મામલતદાર કચેરી ખાતે રૂપિયા ભર્યા હોવાની વાત કરતા ચારેય ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી માર માર્યો હતો. માંડવી બીચ પર બોટ ચલાવવા અાવ્યો છો તો તને જાનથી મારી નાખીશુ અને ધંધો કરવા નહીં દઇઅે તેમજ રાઇડ સળગાવી નાખીશુ તેવી ધમકી અાતા માંડવી પોલીસ મથકે ચારેય સામે ગુનો દર્જ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...