• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Crime Against Those Who Continue Rasgarba Till Late Night, Violation Of Legal Provisions On The Occasion Of Marriage In Bhuj Madhapar

જોગવાઇનો ભંગ:મોડી રાતસુધી રાસગરબા ચાલુ રાખનારાઓ સામે ગુનો ,ભુજ-માધાપરમાં લગ્ન પ્રસંગે કાનૂની જોગવાઇનો ભંગ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માઇક એમ્પ્લીફાયર સહિતનો સામાન કરાયો જપ્ત

ભુજના સુરલભીટ રોડ પર અને માધાપર જુનાવાસમાં લગ્ન પ્રસંગે પરવાનગી પત્રમાં નિયત કરેલા સમય મર્યાદાનો ભંગ કરી મોડી રાતસુધી રાસગરબાનો કાર્યક્રમ ચાલુ રાખનારા બે પરિવારના મોભી સામે બી ડિવિઝન પોલીસ મથકે જાહેર નામાના ભંગની કલમ તળે ગુનો નોંધવામાં આ વ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ સુરલભીટ રોડ પર આવેલા સંતરોહિતદાસ નગરના મહેશ્વરીવાસમાં રહેતા શંકરભાઇ લધાભાઇ મહેશ્વરીએ પોતાના દિકરાના લગ્ન પ્રસંગે કલેકટર સમક્ષ મંજુરી લીધી હતી જેમાં સાંજના સાત વાગ્યાથી રાત્રીના નવ વાય્યા સુધીનો સમયની મંજુરી મળી હતી તેમ છતાં મોડી રાત્રીના દાંડીયારાસ ચાલુ રાખ્યા હોવાથી પોલીસે સ્થળ પર જઇને શંકરભાઇ વિરૂધ ગુનો નોંધ્યો હતો. તો, બીજી તરફ તાલુકાના માધાપર જુનાવાસ ખાતે રહેતા ખીમજીભાઇ માલશીભાઇ મહેશ્વરીએ પોતાની દિકરીના લગ્ન પ્રસંગમાં મળેલી મંજુરીના સમય મર્યાદાનું ઉલંઘન કરીને મોડી રાત સુધી રાસગરબા ચાલુ રાખતાં પોલીસે રેડ પાડીને ખીમજીભાઇ વિરૂધ જાહેર નામના ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બન્ને સ્થળ પર માઇક, એમપ્લીફાયર સહિતનો સામાન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...