તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભુજોડી પાસે પકડાયેલા 8.59 લાખના બાયોડીઝલના કેસમાં 1 વર્ષ બાદ ગુનો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રીન ગુજરાત બાયોફ્યુલના માલિક સામે મામલતદારે નોંધાવી ફરિયાદ
  • બાયોડીઝલના જથ્થા મળીને 11.59 લાખના સાધનો પકડાયા હતા

ભુજ | ગત જુલાઇ 2020ના માધાપર હાઇવે પર ભુજોડી નજીક ગ્રીન ગુજરાત ફ્યુલ ખાતેથી પકડાયેલા 8.58 લાખના બાયો ડીઝલ જથ્થાના કેસમાં એક વર્ષ બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં ગ્રીન ગુજરાત ફ્યુલના માલિક જેડવા મયુરપાલસિંહ મહેન્દ્રસિંહ તેમજ તપાસમાં જે નીકળે તેમના વિરૂધ આવસ્યક ચીજવસ્તુધારા હેઠળ ગ્રામ્ય મામલતદારે ગુનો નોંધાવ્યો છે.

આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં નાયબ મામલતદાર વી.એચ.બારહટએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 1 જુલાઇ 2020ના સાંજે ગ્રીન ગુજરાત ફ્યુલ ભુજોડીના માલિકે ઓરડીમાં 14,810,22 લીટર બોયોડીઝલનો જથ્થો ગેરકાયદે આધાર પુરાવા વિનાના રાખી તેમજ દોઢ લાખની લોખંડની ટેન્ક, તથા દોઢ લાખના આઉટ લેત ડીસ્પેલીંગ સહિત 11,58,992,22ના બાયો ડીઝલના સાધનો રાખી ગુનો કર્યો હોવાથી આરોપી વિરૂધ તેમજ તપાસમાં બહાર આવે તેમના સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...