ક્રાઇમ:ભુજમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતો એક શખ્સ પકડાયો : બીજો ફરાર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કહેર વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાતી ટ્વેન્ટી ઓવરની ક્રિકેટ મેચમાં ભુજ ખાતે હારજીતનો સટ્ટો રમાડાતો રહોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખા ફળિયામાં છાપો મારીને એક શખ્સને 16,050 રૂપિયા રોકડા તેમજ 5 હજારનો મોબાઇલ રૂપિયા 5 હજારનુ઼ ટીવી, સેટઅપબોક્સ રિમોર્ટ સહિત 26,650નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે એક યુવક નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના જુની શાકમાર્કેટ પાછળ લાખા ફળિયામાં રહેતા ભાવેશ કિશોરચંન્દ્ર ઠકકર પોતાના ઘરમાં ઇગ્લેન્ડમાં ખાતે પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચે 20 ઓવરની રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતાં એલસીબીએ દરોડો પાડીને ભાવેશ ઠકકર (ઉ.વ.40)ને 16,050 રૂપિયાની રોકડ, 5 હજારના 1 મોબાઈલ ફોન, 5 હજારનુ ટીવી, 500 રૂપિયાનું સેટઅપબોક્સ, રિમોર્ટ રૂપિયા 100 મળીને 26,650ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે રજાક મામદ ઝુણેજા નામનો શખ્સ હાજર મળી આવ્યો ન હોતો બન્ને વિરુધ્ધ ભુજ અ ડિવિઝન પોલીસ મથકે જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...