શિબિર:કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સર્જનાત્મક લેખન શિબિર યોજાશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્તા, નાટ્ય, નવલકથા, પટકથાની સર્જન પ્રક્રિયા અંગે માહિતી અપાશે

ભુજમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છ યુનિવર્સિટીના હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર તથા અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે સર્જનાત્મક લેખન શિબિરનું આયોજન તા.5/10ના કચ્છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વાર્તા લેખન, નાટ્ય લેખન, નવલકથા લેખન, પટકથા લેખન વગેરે પર વિવિધ સર્જકો વિસ્તૃત સમજણ પૂરી પાડશે. તેમજ અંતે, ચર્ચા અને પ્રશ્નોતરી યોજાશે અને પ્રમાણપત્ર વિતરીત કરવામાં આવશે.

જેમાં નવલકથાકાર માવજી મહેશ્વરી, પટકથા લેખક રામ મોરી, વાર્તાકાર અજય સોની અને નાટ્યલેખક જીગર રાણા સર્જકો નવલકથા, વાર્તા, ફિલ્મ અને નાટકોની સર્જન પ્રક્રિયા શીખવશે તેમજ વક્તવ્ય આપવામાં આવશે. આ શિબિરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કચ્છ યુનિવર્સિટી કુલપતિ પ્રો.જયરાજસિંહ જાડેજા, કુલ સચિવ જી.એમ. બુટાણી તેમજ જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહેશે.સંયોજક તરીકે ડો.મિલિન્દ સોલંકી અને સહ સંયોજક તરીકે કાશ્મીરા મહેતા તેમજ ડો.ધીરેન્દ્ર મહેતા ઉપસ્થિત રહેશે આ શિબિરમાં ભાગ લેવા માટે મો.નં.7383135525 પર રજિસ્ટ્રેશન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...