રજૂઆત:ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો, આહીર રેજીમેન્ટની માંગ તેજ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના આહીર એક્તા મંચે વડાપ્રધાનને કરી રજૂઆત

ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અાપવામાં અાવે તે માટે સમગ્ર અાહીર અેક્તા મંચ-ગુજરાત અને વિવિધ રાજ્યોમાંથી યાદવો (અાહીર) સમાજના યુવાનો દિલ્હીથી લઇને ગામડે-ગામડે જાગૃતિ લાવી, અા મુદ્દે ઉપવાસ, રેલી સહિતના કાર્યક્રમો અાપી રહ્યા છે. ગુજરાત અાહીર અેક્તા મંચના સંસ્થાપક અર્જુન દેવશીભાઇ અાંબલિયા અા મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર અચોક્કસ મુદતના ધરણા પર બેઠા છે. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની સાથે અાહીર રેજીમેન્ટની માંગણી કરાઇ હોવા છતાં હજુ સુધી પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.

ગુજરાતમાં 55 લાખની વસ્તી ધરાવતા અાહીર સમાજને મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું. વધુમાં લોકસભાની બેઠકો પણ વસ્તી અાધારે ફાળવાય તો ભારતભરમાં 110 ટિકિટ મળવી જોઇઅે તેમ છતાં અાહીર (યાદવ) સમાજની નોંધ લેવાઇ નથી. અા તમામ માંગો નહીં સંતોષાય તો તેનું પરિણામ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે તેવી ચિમકી સાથે કચ્છ જિલ્લા અાહીર અેક્તા મંચ પ્રમુખ પપ્પુ અાહીર, મંત્રી અેન.ટી. અાહીરે કલેક્ટર મારફતે વડાપ્રધાનને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...