તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડામરમાં ફસાયું અબોલ પશુ:મુન્દ્રના મોટા કપાયા ગામ પાસે માર્ગ પર ઢોળાયેલા ડામરમાં ફસાયેલા ગૌ વંશને બચવાયું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓએ દયનિય સ્થિતિમાં ફસાયેલા જીવને બચાવી સારવાર કરાવી

સેવાભાવી લોકો દ્વારા અબોલ પશુઓ માટે ટન મન અને ધનથી સેવા પ્રવુતિ કરવામાં આવતી હોય છે અને ક્યારેક ઇજાગ્રત કે વિપરિત પરિસ્થિતિમાં ફસાયેલા જીવને બચાવવામાં આવતા હોય છે. આવીજ એક જીવદયા મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ નજીક જોવા મળી હતી.

મુન્દ્રા કપાયા ગામ નજીક નવા બનેલા સૂચિત માર્ગ પર ઢોળાયેલા ડામરમાં એક ગૌ વંશ અકસ્માતે પડી જતા ફસાઈ ગયું હતું. જેની જાણ મુન્દ્રના ગૌ સેવા ટ્રસ્ટના રતનભાઈ ગઢવીને થતા તેઓએ ટોમના સભ્યો સાથે મળીને દયનિય સ્થિતિમાં રહેલા વાછડાને ડામરમાંથી બહાર કાઢી તેના શરીર પર રહેલા ડામરને ઉખેડી લીધા બાદ નજીઈકના પશુ પશુ રક્ષા કેન્દ્ર ખાતે સારવાર અપાવી બચાવી લીધો હોવાનું ઇબ્રાહિમભાઈ તુર્કએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...