તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ભુજના મેમણ મુસાફર ખાનામાં સંસ્થા દ્વારા ચાલતુ કોવિડ સેન્ટર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર તબીબ ઉપરાંત મેડીકલ સ્ટાફ અને ટ્રસ્ટીઓ સેવાકાર્યમાં જોડાયા

કોરોના મહામારીની કોવીડ-19 બિમારીને કારણે કચ્છ જિલ્લાની હાલત મેડીકલ ક્ષેત્રે અત્યંત ગંભીર બનતા ભુજની મુહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મેમણ મુસાફરખાનામાં કોવીડ સેન્ટર શરૂ કરવામાં અાવ્યું છે. ગત 1લી મેથી શરૂ થયેલા સેન્ટરમાં ચાર તબીબ ઉપરાંત મેડીકલ સ્ટાફ અને ટ્રસ્ટીઅો સેવાકાર્યમાં જોતરાયા છે. મુહમ્મદી કોવીડ સેન્ટર ભુજના મેમણ શેઠ હાજી અબુબકર ઉસ્માન અને મુહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મુસાફર ખાના મધ્યે 1લી મેથી શરૂ કરવામાં અાવ્યું છે.

ભુજ તેમજ કચ્છમાં કોરોનાના દર્દીઅો અપુરતી મેડીકલ સેવાને કારણે મોતને ભેટી રહ્યા હતા જેથી સંસ્થાઅે તાત્કાલીક કોવીડ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લઇ મુસાફરખાનાના સહયોગથી ત્યાં સેન્ટર શરૂ કરવામાં અાવ્યું હતું.જેમાં ડો. વિકાસ ગઢવી, ડો. હનીલા ખત્રી, ડો. રહીમા ભટ્ટી, ડો. મેહરાબ સમા તેમજ મેડીકલ સ્ટાફના ફહીમ કુરેશી, મહેન્દ્ર મારવાડા, સોફીયા સૈયદ, સુલતાન નોતીયાર, જોયબ સુમરા તેમજ અેમ્બ્યુલન્સ સ્ટાફમાં સાહીલ સમા અને સકીલ સમા, ઉમેશ કાપડી સેવા અાપી રહ્યા છે.

સંસ્થા તરફથી નજીવા દરે સેવા અાપવામાં અાવે છે તેમજ જરૂરતમંદ લોકોની નિ:શુલ્ક સેવા કરવામાં અાવે છે. કોવીડ સેન્ટરના હેલ્પલાઇન નંબર 9809808108, 02832 220403 જાહેર કરાયા છે. ઉપરાંત સંસ્થા તરફથી કોવીડ-19 બીમારીમાં મૃત્યુ પામેલા લોકોનો દફનવિધી-અંતિમવિધી પણ ટ્રસ્ટ મારફતે કરવામાં અાવતી હોવાનું પ્રમુખની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...