કોર્ટનો આદેશ:નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં પિડિતા, સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવા એસપીને અદાલતનો આદેશ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ સતા પક્ષના વગદારો હોઇ સાક્ષીઓ હેમખેમ છે કે નહીં, તે તપાસનો દર 15 દિવસે રિપોર્ટ કરવા જણાવાયું

કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવી દેનારા ચાર વર્ષ જુના નલિયા સામૂહિક દુષ્કર્મના કેસમાં ભોગબનાર પીડીતા અને સાક્ષિઓને તાત્કાલિક અસરથી પોલીસ રક્ષણ પૂરૂ પાડવા તેમજ આરોપીઓ ભાજપ પક્ષના વગદાર હોઇ સાક્ષિઓને કોઇ કનડગત કે ધાકધમકી અપાય છે કે કેમ તે અંગે તપાસ કરીને દર 15 દિવસે લેખિત રિપોર્ટર રજુ કરવા અદાલતે પશ્ચિમ કચ્છ એસપીને આદેશ કર્યો છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે પુરાવાઓ રજુ કરવા તેમજ સાક્ષિઓને જુબાની માટે ગુરૂવારે કોર્ટે 6 સાક્ષિઓને બોલાવ્યા હતા જેમાં દુષ્કર્મનો ભોગબનેલી પીડીતા અને તેના માતા પિતા હાજર રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ સાક્ષિઓને હાજર થયા ન હતા. અગાઉ પણ જુબાની માટે સમન્સ મોકલ્યા હતા ત્યારે પણ હાજર થયા ન હોઇ ગેરહાજર રહેલા ત્રણ સાક્ષિઓ પૈકી બે સાક્ષિઓને ફોન કરવામાં આવતાં તેમનો ફોન બંધ હોવાના શેરા સાથે સમન્સ પરત આવતાં સાક્ષિઓને સમન્સ બજવણી થઇ ગઇ હોવા છતાં કોર્ટ સમક્ષ કોઇ ડરને કારણે હાજર થયા ન હતા.

કોર્ટે અવલોકન કર્યું હતું કે, ભોગબનાર પીડીતા પર ભાજપના વગધરાવતા 10લોકો દ્વારા દુષ્ર્કર્મ કર્યાનો આરોપી છે. જેથી સાક્ષિઓ અદાલતમાં આવતા ખચકાઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને અમુક સાક્ષિઓ ફરી પણ ગયા છે. એક પીડીતા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાનો કેસ છે ત્યારે આ સંજોગો પર નજર તમામ સાક્ષિઓ અને પીડીતાને તાત્કાલિક અસરથી પોલીસ રક્ષણ પૂરૂ પાડવા ભુજના બીજા અધિક સેસન્સ જજ પી.એસ. ગઢવીએ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આદેશ કર્યો છે. ઉપરાંત દર પંદર દિવસે તથા બીજો હુકમ ન થાય ત્યાં સુધી લેખિત રિપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...