તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ રદ:ભુજમાં પકડાયેલા 6 લાખના અખાદ્ય ગોળનો નાશ કરવાનો કોર્ટનો હુકમ રદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ એફએસએલમાંથી ગોળ ખાવા લાયક હોવાનો આવ્યો હતો રિપોર્ટ

ભુજના જથ્થા બંધ માર્કેડ યાર્ડમાંથી પકડાયેલા 6 લાખની કિંમતના ગોળના જથ્થાને નાસ કરવાનો ભુજની નીચલી કોર્ડ દ્વરા અપાયેલા હુકમ બાદ વેપારીએ ઉપલી કોર્ટમાં રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટના અભિપ્રાય અને બીલો સહિતના અધારો સાથે રીવીઝન અરજી કર્તા અદાલતે ગોળના જથ્થાને નાશ કરવાનો હુકમ રદ કરી ગોળનો જથ્થો મુક્ત કરવા હુકમ કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ દ્વરા ભુજના જથ્થાબંધ માર્કેડ યાર્ડમાં રામદેવ ટ્રેડર્સ નામની પેઠીના વેપારીની દુકાન અને ગોડાઉનમાંથી અખાધ્ય ગોળની 13,980 બોરી જેની કિંમત 6 લાખ જેટલી થવા જાય છે તેવા ગોળનો જથ્થો દારૂના વેપારીઓને વેચાણ કરતા હોવાની શંકા પરથી પકડી પાડ્યો હતો.

બાદમાં ગોળના જથ્થાનું સેમ્પલ રાજકોટ ખાતેની લેબોરેટરીમાં મુકી તેનો રિપોર્ટ આવી ગયા બાદ વેપારી સામે ગુનો નોંધવા તથા ગોળના જથ્થાને નાશ કરવા તપાસનીશે ભુજની કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી સબબ ભુજના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રે સમક્ષ વેપારી પોતાના વકીલ મારફતે કોર્ટમાં હાજર થઇને વેપારીએ ગોળ ખાધ્ય હોવાનું અને તેના બીલો સહિતના આધારો રજુ કર્યા હતા. અને ગોળના જથ્થાને મુક્ત કરવા રજુઆત કરાઇ હતી.

અદાલતે વેપારીની દલીલો ગ્રાહ્ય ન રાખીને ગોળના જથ્થાને નાશ કરવા હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને વેપારીએ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી.જેમાં એડીશનલ સેશન્સ જજ આર.વી.મંદાણીએ ગોળના જથ્થાને મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં વેપારીના વકીલ તરીકે બન્ને કોર્ટમાં એડવોકેટ મહેન્દ્રભાઇ દયારામભાઇ ઠકકર, કુલીન જન્તીલાલ ભગત, અતુલ અશોકભાઇ અમૃતિયા, કોમલબેન ચન્દ્રેશભાઇ ઠકકર હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...