• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Counting Of Votes From 10 Centers Today In 361 Gram Panchayat Elections In The District, Jayaben Ruda's Sarpanch Post In Anandsar Of Nakhtrana

મતગણતરી:જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી યથાવત, રામપર સર્વામાં ઇશ્વરદાન ગઢવી, લખપતના મેઘપરમાં બાજુબાઈ સલામનો વિજય

ભુજએક મહિનો પહેલા
  • મમુઆરામાં ગોકુલભાઈ આહીર, સુખપરમાં અમરબેન મનજી ગોરસિયાની જીત થઈ
  • રવાપરમાં પરેશ વી. રૂપારેલ, મુન્દ્રાના વિરાણીયામાં શક્તિસિંહ જાડેજા વિજયી થયા
  • નાની રવ પંચાયતમાં મત ગણતરી દરમિયાન મતદાન પેટીમાંથી રૂ. 100ની નોટ નીકળી

ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કચ્છ જિલ્લાના દસે તાલુકા મથકો પર વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ચાલી રહી છે. 474માંથી 361 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 339 સરપંચની જ્યારે 2125 સભ્ય માટેની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. મથકો બહાર નવા ચૂંટાઈ આવી રહેલા ઉમેદવારોને સમર્થકો ઢોલ નગારા અને ગુલાલ ઉડાડી વધાવી રહ્યા છે. ત્યારે નોંધનીય છે કે રાપર તાલુકાની નાની રવ ગ્રામ પંચાયતની મત ગણતરી દરમિયાન મતદાન પેટીમાંથી રૂ. 100ની નોટ નીકળી હતી.

કુલ 903 મતદાપેટમાં સરપંચ પદની 339 બેઠક વોર્ડની 1880 એમ કુલ 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 73.98 મતદાન થયું છે. જેમાં કુલ 5642 ઉમેદવારનું ભાવિ આજે મતગણતરી પૂર્ણ થયે નક્કી થશે. આ માટે જિલ્લાના દસે તાલુકાના ગ્રામ વિસ્તારોમાંથી લોકો મતગણતરી મથક બહાર ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં 67 ગામ સમરસ બન્યા છે. તો 2 ગામ એવા પણ છે જ્યાં ચૂંટણી નથી યોજાઈ રહી કે સમરસ પણ નથી બની.

મત ગણતરી દરમિયાન નખત્રાણાના રવાપરમાં પરેશ વી. રૂપારેલ, મુન્દ્રાના વિરાણીયામાં શક્તિસિંહ જાડેજા, લખપતના ફુલરામાં ફતમાબાઈ વલીમાંમદ જત, કપુરાસીમાં જસીબેન રમેશભાઈ બ્રાહ્મણ, જિલરાઈમાં ઉષાબેન લાલજી મહેશ્વરી, મીઠીયારીમાં રમધાન ઓસમાણ જત, ભાડરામાં જનકબા મનુભા જાડેજાનો 522 મતે વિજય થયો હતો. ઉપરાંત નખત્રાણાના રામપર સર્વામાં ઇશ્વરદાન ખોડીદાન ગઢવી, લખપતના મેઘપરમાં બાજુબાઈ સલામ, મમુઆરામાં ગોકુલભાઈ આહીર, સુખપરમાં અમરબેન મનજી ગોરસિયા, ઢોડી ગામમાં જશીબેન આહીર તેમજ પાનેલીમાં સતીષ કુમાર પુનાભાઈનો વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે મત ગણતરીના પરિણામે અબડાસાના સાયરામાં મધરા હાસમ જુમ્માનો 36 મતે વિજય થયો હતો. ભુજની ચૂબડક જૂથ ગ્રામ પંચાયતમાં સાલે મામદ મીંઢાનો 327 મતે, ઘોરહર ગ્રામપંચાયતમાં હાજી અલનાનીનો 283 મતે, જીંજાય ગ્રામ પંચાયતમાં તુલસીભાઈ પટેલનો 132 મતે વિજય થયો હતો. આ સિવાય નખત્રાણા તાલુકામાં ઉખેડા ગ્રામ પંચાયતમાં તુષાર ગોસ્વામીનો 70 મતે, અરલમાં દિલાવરસિંહ જાડેજાનો વિજય થયો હતો. ઉપરાંત ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે કૃષ્ણદેવસિંહ જાડેજાનો 1869 મતે વિજય થયો હતો.

ભુજ તાલુકામાં કુનરીયા ગ્રામ પંચાયતમાં રશ્મીબેન સુરેશ છાંગાનો 617 મતે, દહીસરા ગ્રામ પંચાયતમાં ઇન્દુમતી બેન આશાનીનો 550મતે વિજય થયો હતો. મુન્દ્રા તાલુકાના ભુજપુર જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ભીમશીભાઈ નિંજાર 900 મતથી વિજયી થયા છે. કોટડા ગામે મ્યાજર ભાઇ લાધા સરપંચ પદે 312 મતે વિજયી થયા છે.

ધમડકાના સરપંચ પદનાં ઉમેદવાર મીનાબા મહાવીર સિંહ જાડેજા 981 મતથી વિજેતા થયાં છે. મુન્દ્રા તાલુકાની નાની તુંબડી ગામે શક્તિ સિંહ જાડેજા તેમના નજીકના ઉમેદવારથી 78 મતે વિજયી થયા હતા. નવા વરાયેલા નાની તુંબડીના સરપંચ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચંદુભા જાડેજાના પુત્ર છે. તેમજ મુન્દ્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજિત સિંહ જાડેજાના ભત્રીજા થાય છે. ચંદુભા જાડેજા મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પદે છે.

ઉપરાંત મુન્દ્રા તાલુકાના લૂણી ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં લૂણીના પ્રેમજી પચાણ ડુંગરીયા નજીકના હરીફ ઉમેદવારથી 43 મતે વિજયી થયા હતા. ઉપરાંત તાલુકામાં વવાર ગામે બાબુભાઈ, તુમડી ગામે શક્તિસિંહ જાડેજા, લાખાપર ગામે ગજરાબા 150 મતથી વિજેતા થયા હતા. ભુજ તાલુકાના હબાય ગામના સરપંચ પદે ત્રિકમભાઈ કેરસિયાનો 259 મતે વિજય થયો હતો. નખત્રાણાના મથલસરમાં હુસેન ખલિફાનો 44 વોટથી વિજય થયો હતો. ભચાઉના સામખીયાળીમાં જગદીશ અંબારામ મઢવી 600 મતથી વિજેતા થયા હતા. મુન્દ્રા તાલુકાની મોટી ગ્રામ પંચાયત એવી મોટી ભુજપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર લક્ષ્મીબેન ભીમશી ભાઈ નંજાર 883 મતોથી વિજયી થયા હતા.

અંજારના ભીમાસરમાં ડાઈબેન હરેશભાઇ હુંબલ 855 મતથી વિજેતા થયા હતા. નખત્રાણાના તરા મંજલસરમાં પૃથ્વીરાજ સિંહ જાડેજા આયર 120 વોટથી વિજયી થયા હતા, મુરુંસરમાં લખીબેન રામાં આયર, થરાવડામાં ઉમરશી માલા છાંગા વિજેતા થયા હતા. ઉપરાંત ભચાઉ તાલુકામાં ધોળાવીરામાં જીલ્લુભા વેલુભા સોઢા 122 મતથી, વોન્ધડામાં ગણેશા અરજણ છાંગા 100 મતથી, કંથકોટમાં સરપંચ પદે સવજીભાઈ સંઘાર 505 મતથી વિજેતા થયા હતા.

નોંધનીય છે કે નખત્રાણાના આનંદસર (વિથોન) ગામમાં જયાબેન રૂડાની સરપંચ પદે 189 મતથી વિજેતા થયાં હતાં. નખત્રાણાના આમારા ગામના સરપંચ પદે વિમળાબેન ધીરજલાલ ચવાન, ભુજના ઘોરહર ગામના સરપંચ ઉમેદવાર હાજી અલનાની 283 મતે, નખત્રાણાના ભડલી ગામે હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ 85 વોટથી વિજયી થયા હતા.

અબડાસાના સાંધવ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જયવીરસિંહ ભગવાનજી જાડેજા 291 મતથી વિજયી થયા હતા. અબડાસાના છછી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બંન્ને ઉમેદવારને 53-53 મત મળ્યા હતા. જેમાં ચિઠ્ઠી નાખી ડ્રો પધ્ધતિથી સલેમામધ ઉઠાર વિજેતા જાહેર થયા હતા. તેમજ સામે પક્ષ રમજાન અલી ગજણને પરાજિત જાહેર કરવામાં આવ્યા હતા.

ભુજના વળવા ગામે જિતુભા જાડેજા 89 વોટથી વિજયી થયા હતા. તેમજ ઐયર ગ્રામ પંચાયતમાં લક્ષ્મીબેન નરશી 77 મતે વિજયી થયા હતાં. લખપતના શિયોત ગામે ગંગારામ ભાઈ પટેલ 79 વોટથી વિજયી થયા હતા. ઉંડઇ ગ્રામ પંચાયતમા સુમરા સલીમ ધોસનો 48 મતે વિજય થયો હતો. તેમજ ધારેશી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે કમળા બેન સોઢા 31 મતથી વિજેતા થયાં હતાં.

ભુજના કંઢેરાઈ જૂથ ગ્રામ પંચાયતમાં માનબાઈ મહેશ્વરીનો 401 મતે વિજય થયો હતો. નખત્રાણાની ચાવડકા ગ્રામ પંચાયતમાં પાયણ મોહન દાનાનો 11 મતે વિજય થયો હતો. મુન્દ્રાના પ્રાગપરમાં હરસી ભાઈનો 35 વોટથી વિજય થયો હતો. બિબર ગ્રામ પંચાયતમાં કંકુબેન જાડેજાનો 37 મતે વિજય થયો હતો.

ચુંટણી પરિણામના કારણે ભુજની લાલન કોલેજની બહાર લોકોની ભીડ જમા થઈ હતી. પોતાના ગામના સરપંચ અને ઉમેદવારોને વધાવવા હજારો લોકો એકઠા થયા હતા. લાલન કોલેજ બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થતાં પોલીસને કોલેજના ગ્રાઉન્ડનો ગેટ ખોલવો પડ્યો હતો. ભીડને કાબૂમાં લેવા પોલીસ અધિક્ષક સૌરભ સિંહ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ભીડને શાંત રાખવા પોલીસને લાકડી ઉગામવી પડી હતી.

લખપતના કપુરશી ગ્રામ પંચાયતમાં જયશ્રીબેન બ્રાહ્મણ 472 મતે વિજયી થયા હતા. ભડલી ગ્રામ પંચાયતમાં હરિલાલ પટેલ 85 મતે, ભુજના હબાય ગ્રામ પંચાયતમાં સમીબેન કેરાસિયાનો 259 મતે, નખત્રાણાના ગુતલીગ્રામમાં નારણભાઈ ચાવડાનો 328 મતે વિજય થયો હતો. તેમજ નખત્રાણાના જતાવિરા ગ્રામ પંચાયતમાં ઇન્દુબેન ગઢવીનો 10 મતે વિજય થયો હતો. માધાપરના વોર્ડ નં. 4માં દિલિપ નરેશ મહેશ્વરીનો 3 વોટથી વિજય થયો હતો. ઉપરાંત લોરિયા ગ્રામ પંચાયતમાં ડાઈબેન ભાનુશાલીનો 244 મતે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...