તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સલુઝિવ:નશો કરવામાં ઉપયોગ થતી કફ સીરપ પ્રિસ્ક્રિપશન વગર વેચતા મેડીકલને તાળા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પર હુમલો કરનારા જોગમૈયા મેડીકલમાંથી પ્રસ્ક્રિપશન વગર સીરપ લેવાઇ
  • ડ્રગ્સ વિભાગનો સપાટો : સુરલભીટ રોડ પર ના સ્ટોરમાંથી બિલ વગરની 18 બોટલ મળી

કફસીરપ અને દવાનું વધારે પડતુ સેવન કરતો હોવાથી નશો થતો હોવાની વાત અનેક વખત સાંભળી છે અને તે શીરપ-દવા ચોક્કસ મેડીકલ પર જ મળતી હોય છે. ગત સપ્તાહે દિવ્ય ભાસ્કરની ટીમને માહિતી મળતા એક યુવકને મોકલાવીને અમન નગર ચાર રસ્તા પાસે આવેલા જોગમૈયા મેડીકલમાં ચકાસણી કરતા કફશીરપની બોટલ પ્રિસ્ક્રિપશન વગર આપી દેવાઇ છે, જેથી ડ્રગ વિભાગનો પ્રતિભાવ માટે સંપર્ક કરતા તેમણે સતર્કતા દાખવી તેમણે પણ ડમી ગ્રાહક મોકલતા તેને પ્રિસ્ક્રિપશન વગર બોટલ આપી દેવાતા મેડીકલને તાળા લગાવી દેવાયા છે.

શહેરના અમન નગર ચાર રસ્તા પાસે આવેલી જોગમૈયા મેડીકલ સ્ટોરમાં 2019 ઓગસ્ટમાં બી ડિવિઝન પોલીસે નશાના વેપલાનો પર્દાફાશ કરવા જતા સંચાલકે તલવારથી હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા હતા. દિવ્ય ભાસ્કરની ટીમને માહિતી મળતા આ કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે પ્રયાસ કર્યો હતો, મેડીકલ સંચાલકે કોઇપણજાતના પ્રિસ્ક્રિપશન વગર આ કોર્ડિન સીરપની બોટલ આપી દેવાઇ હતી. આ સમગ્ર કારસ્તાન અંગે ડ્રગ વિભાગના તેજલબેન મહેતાનો પ્રતિભાવ લેવા સંપર્ક કરતા તેમણે પણ સતર્કતા દખાવી શનિવારે જોગમૈયા મેડીકલ સ્ટોર પર દરોડો પાડયો હતો પણ તેમના હાથે આ બોટલ લાગી ન હતી, બાદમાં એક ડમી ગ્રાહક મોકલતા આ જ મેડકીલમાંથી તે શીરપની બોટલ લઇ આવ્યો હતો.

ડ્રગ ઇન્સ્પેકટર તરફથી મેડીકલના ફાર્માસીસ્ટને નોટીસ પાઠવી આ જથ્થો કયાંથી લાવ્યા તે અંગે ખુલાસો લેવા તજવીજ હાથ ધરી હતી, મેડીકલ સંચાલકે આ જથ્થો બિલ વગર અમદાવાદથી મંગાવતો હોવાની કબુલાત કરી હતી. ઇન્સ્પેકટર દ્વારા નિવેદન સહિતની પ્રક્રિયા હાથ ધરી બોટલને શીલ કરી સેમ્પલ માટે મોકલાવાઇ હતી, સેમ્પલનો રિપોર્ટ આવી ગયા બાદ તેને સસ્પેન્સ પિરિયડ મુજબ મેડીકલ બંધ કરાવાશે તેવી વાત તેમણે ઉમેરી હતી.

આ જ મેડીકલ સ્ટોર પર નશાની ગોળી-સીરપનો વેપલો થતો હોવાની બાતમી આધારે ઓગસ્ટ 2019માં બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, સંચાલકે પોલીસ સામે દાદાગીરી કરી તલવારથી હુમલો કરતા ત્રણ પોલીસ કર્મચારી લોહીલુહાણ થયા હતા, બાદમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સંચાલકે હુમલો કરી દેતા પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા જેથી મેડીકલ સ્ટોરમાં દવા શોધવાને બદલે તેમને હોસ્પિટલ જવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ, આ કક સીરપની બોટલ પર એમ.આર.પી. 145 રૂપિયા લખવામાં આવી છે પણ દિવ્ય ભાસ્કર તરફથી મોકલાયેલા ડમી ગ્રાહક પાસેથી 100 રૂપિયા લઇ આ કફ સીરપ કોઇપણ જાતના પ્રિસ્ક્રિપશન વગર આપી દેવામાં આવી હતી.

સીરપની બોટલ પર લાલ પટ્ટામાં સૂચના છતાંય રીટેલમાં વેપલો
જે લોકોને નશો કરવો હોય તે આ શીરપ દિવસમાં ત્રણથી ચાર વખત લેતા હોય છે અને આ દવા નશો કરવા માટે પણ વપરાય છે. સેડયુલ જી પ્રિસ્ક્રિપશમાં લખ્યું છે કે, આ દવા ડોકટરના કહ્યા વગર લઇ શકાય નહીં. સેડયુલ એચ 1 પ્રિસ્ક્રિપશન ડ્રગ કોશનમાં લખ્યું છે કે, ગુજરાત મેડીકલ કાઉન્સિલ (જીએમસી) (સબ ડિવિઝન ઓફ એમ.સી.આઇ.)થી રજીસ્ટ્રેશન થયેલું હોય એ જ ડોકટર પોતાના પ્રસ્ક્રિપશન લેટર પર આર.એકસ કરીને આ દવા લખે તો જ મેડીકલ સ્ટોરવાળો આપી શકે અને આ દવા વેંચવા માટે બે પ્રિસ્ક્રિપશન નકલની જરૂર પડે છે.

એક ડોકટર પોતાના પાસે રાખે છે અને બીજી નકલ વેંચાણ કરનાર મેડીકલ સ્ટોરનો ફર્માસીસ્ટ પોતાની પાસે રાખે છે. જે માટે જરૂરી સહી-સિક્કા પણ અનિવાર્ય છે. નહીંતર નાર્કોટીક્સના કાયદા હેઠળ કાર્યવાહી થઇ શકે છે. રીટેઇલમાં આ દવા વેંચી શકાય નહી. ભુલથી પણ જો આ દવા ગર્ભવતી મહિલાને પીવડાવાય, તો ગર્ભમાં રહેલા બાળકને મોટી હાની પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...