ભાવમાં વધારો:ખાદ્યતેલના વધતા ભાવ પાછળ કપાસ-મગફળીનો ઓછો ઉતારો જવાબદાર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોંઘવારીના કારણે સામાન્ય પરિવારના ઘરખર્ચમાં માસિક રૂ.3 હજારનો વધારો થઈ ગયો
  • છેલ્લા 1 મહિનામાં સિંગતેલના ડબ્બાદીઠ ભાવમાં 200 અને કપાસિયાના ભાવમાં 230 નો વધારો

જીવનજરૂરિયાતની વસ્તુઓમાં ભડકે બળતા ભાવના કારણે સામાન્ય પરિવારના ઘરખર્ચમાં માસિક રૂ.3 હજારનો વધારો થઈ ગયો છે,આ વચ્ચે રશિયા-યુક્રેનના યુદ્ધ વખતથી શરૂ થયેલો ખાદ્યતેલનો ભાવવધારો હજી પણ શમ્યો નથી.દોઢ -બે વર્ષ પહેલા જે તેલ 100 રૂપિયે કિલો મળતું તેના ભાવ હવે પોણા બસો થી બસો સુધી પહોંચી ગયા છે.છેલ્લા 1 મહિનામાં સિંગતેલના ડબ્બાદીઠ ભાવમાં ઉછાળો એટલી હદે આવ્યો છે કે તેમાં 1 થી સવા લીટર તેલ આવી જાય.માર્ચ મહિનામાં સિંગતેલના ભાવ 2600ની આસપાસ હતા જેમાં રૂ.200 નો જ્યારે કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં પણ 230 નો વધારો થયો છે.

દરમ્યાન છેલ્લા 10 દિવસથી ભાવ પર નજર કરીએ તો 20 થી 30 રૂપિયાનો ભાવ તફાવત જોવા મળે છે પણ એટલું નક્કી છે કે એકવાર વધેલા ભાવ ફરી ઘટતા નથી પણ વધતા જ રહે છે જેનો ભોગ મધ્યમવર્ગના લોકો બની રહ્યા છે. દરમ્યાન ભાવવધારાની આગ પાછળ એક વર્ગ એવું માને છે કે,માલની અછતના કારણે ભાવ વધે છે જોકે કારણ ચકાસતા કપાસ અને મગફળીનો ઓછો ઉતારો ભાવવધારા પાછળ જવાબદાર રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે કપાસના એક પાકમાંથી 80 થી 90 ટકા તેલ નીકળતું હોય છે પણ કમોસમી માવઠાના કારણે પાકની ગુણવતાને અસર પડતા તેમાંથી 50 થી 60 ટકા જ તેલ મળી રહે છે. કપાસ અને મગફળીનો જથ્થો મળી રહે છે પણ તેનો ઉતારો ઓછો આવતો હોવાથી ભાવ વધી રહ્યા હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું.

15 કિલોના ડબ્બાના હાલના ભાવ

તેલઆજના ભાવ10 દિવસ પહેલાના
પામતેલ24302380
લોકલ કપાસિયા26252560
તિરૂપતિ કપાસિયા27602750
રાણી સીંગતેલ27902760
ગુલાબ સીંગતેલ28002780
અન્ય સમાચારો પણ છે...