તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:હેઝાર્ડ લાઇસન્સની તપાસ માટે સીઓની ટીમ ગાંધીધામ રવાના

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ટીમના અમુક સભ્યો રિપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની ટીમ હેઝાર્ડ લાઇસન્સની તપાસ માટે બે માસમાં ત્રીજી વખત લટાર મારવા આવી હતી. ટીમના અમુક સભ્યો ગાંધીધામ કચેરીએ રિપોર્ટ માટે પહોંચ્યા હતા. બુધવારે સાંજે તપાસ ટીમ ભુજથી રવાના થઇ ગાંધીધામ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.

હેઝાર્ડ લાઇસન્સની તપાસ માટે કમીશ્નર કક્ષાએથી ત્રીજી વખત ટીમ આવી હતી, પ્રથમ વખત સીઓટીની ટીમ આવી ત્યારે ત્રણેક એજન્ટોની સામે પણ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી, તો બીજી વખત ટીમ આવી ત્યારે અરજદારો સિવાય કચેરીમાં કોઇ ફરકયા ન હતા.

ભુજની કચેરીમાં બોગસ લાઇસન્સ, હેઝાર્ડ લાઇસન્સ, ટેક્સ કૌભાંડ, ડીએમ સીરીઝ કૌભાંડ સહિતના અનેક કારનામાનો પાર પડી ગયા છે ત્યારે સીઓટીની ટીમ જુદી જુદી તપાસ માટે અવાર નવાર આવતી હોય છે. બે દિવસથી ભુજમાં એઝાર્ડ લાઇસન્સની તપાસ માટે આવેલી ટીમના અમુક સભ્યો ગાંધીધામની કચેરીએ પણ ગયા હતા જયાં રિપોર્ટ કરવા સૂચના અપાઇ હતી. બુધવારે સાંજે ભુજથી ટીમ રવાના થઇ ગાંધીધામ રિપોર્ટ એકત્ર કરવા પહોંચી હતી અને ત્યાંથી પરત ગાંધીનગર રવાના થાય તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

સ્ટાફ નવો હોય તો કયાંથી રેકર્ડ મળે
એઝાર્ડ લાઇસન્સની તપાસ માટે ગાંધીનગરથી ત્રણ ત્રણ વખત ટીમ આવી ચુકી છે. એઝાર્ડ લાઇસન્સ બોગસ પકડાયા હતા જેની તપાસ કરવા આવ્યા હતા ત્યારે જે તે સમયે બોગસ લાઇસન્સ ઇસ્યુ થયા છે જેના રેકર્ડ આરટીઓમાં ઉપલબ્ધ જ ન હોય. તો બીજી તરફ સ્ટાફ પણ નવો હોય તો કયાંથી રેકર્ડ મળી શકે તે વાત પણ ખરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો