ભ્રષ્ટાચારના આક્ષેપો:ભાજપ સરકારમાં તમામ મોરચે આચરાતો ભ્રષ્ટાચાર, સંમેલનમાં કોંગ્રેસે કર્યા આક્ષેપો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં પ્રભારીઓએ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપને હટાવવા કરી હાકલ

ભુજમાં રવિવારે જિલ્લા કક્ષાના કાર્યકર સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ સરકારને સત્તા સ્થાનેથી દૂર કરવા અને કોંગ્રેસની સરકાર જરૂરી બતાવવા જિલ્લા પરભારી દ્વારા તર્ક રજુ કરાયો હતો ! વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં તમામ મોરચે ભ્રષ્ટાચાર આંચરવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતો, વેપારીઅો, માલધારીઅો, મહિલાઅો સહિત તમામ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રભારી ખુરશીદ સૈયદ અને પંકજ શાહ ઉપરાંત વિધાનસભા પ્રભારી રામસંગજી જાડેજાઅે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા ગેરવહીવટ ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપને સત્તા સ્થાનેથી હટાવવામાં નહીં આવે તો ભાવિ પેઢી ક્યારે માફ નહીં કરે, જેથી રાષ્ટ્ર હિતમાં કામે લાગી જવું જોઈઅે અને ભાજપને હટાવવા કમર કસવી જોઈએ.

જે માટે સભ્ય નોંધણી ઝુંબેશમાં વિક્રમી નોંધણી ઉપર ભાર મૂક્યો હતો. માર્ચ માસના અંત સભ્ય નોંધણી ઝુંબેશ પૂરી કરી દરેક સભ્યને સક્રીય થઈ જવા અનુરોધ કર્યો હતો. અા પ્રસંગે નવલસિંહ જાડેજા, અમીરઅલી લોઢિયા, વી.કે. હુંબલ, રફીક મારા, અરજણ ભુડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, કલ્પના જોશી હાજર રહ્યા હતા. એવું પ્રવકતા ગની કુંભારે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...