વિવાદ:કંડલા કસ્ટમ લેબોરેટરીની સતત સામે આવતી ભ્રષ્ટ ભુમિકા અને દિલ્હી દરબારની ચુપકીદી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંડલા કસ્ટમ લેબોરેટરીની ભ્રષ્ટ ભુમિકા છેલ્લા 6 વર્ષથી સતત સામે આવતી રહી છે. અગાઉ એક પ્રકરણમાં તો તેના વ્યક્તિની સીધી સંડોવણી પણ ખુલી હતી તો તાજેતરમાં બદલી પામનાર સાઉથ તરફના ઉચ્ચ અધિકારીએ તો રીતસરની ભાગબટાઈ આદરી હોવાની ખુલેઆમ ચર્ચા હતી. જેની જવાબદારી ગોપાલપુરીમાં રહેતા એક કર્મચારીને અપાઈ હતી. સતત ઉઠતા પ્રશ્નો સામે આવતા આધારભુત પુરાવા છતાં કેંદ્રસ્તરેથી આ અંગે કોઇ કાર્યવાહી હજી સુધી ન કરતા સરકારની નીતિઓ અંગે પ્રશ્ન ખડા થયા છે. આ આરોપો અને પ્રકરણ અંગે કંડલા કસ્ટમ લેબોરેટરી અને કસ્ટમનો સતત પ્રયાસો છતાં કોઇ પ્રત્યુતર મળવા પામ્યો નહતો.

કસ્ટમ હાઉસ લેબોરેટરીજ ચલાવે છે કે બન્નેની સાઠગાંઠ ?
મુંદ્રા, કંડલા કસ્ટમ હાઉસ અને લેબોરેટરી વચ્ચેનો તાલમેલ અને અત્યાર સુધી સામે ન આવેલી કોઇ કાર્યવાહી ઘણા અર્થે પ્રશ્નો જન્માવે છે. સુત્રોનું માનીયે તો કંડલા કસ્ટમ હાઉસમાં બેસતી લેબોરેટરીજ બન્ને કસ્ટમ હાઉસને ચલાવતી હોય અને તેના ઈશારે તમામ રિપોર્ટ જનરેટ થતા હોવાની ચર્ચા છે. તો બન્ને વચ્ચે સાઠગાંઠ હોવાની ચર્ચા કસ્ટમ હાઉસમાં દરેકના મુખે ચર્ચા છેડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...