• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Corrupt Police Policy Responsible For Manfara's Murder! One Policeman Was Also Beaten, Treated At A Private Hospital

કિન્નર સાથે સેલ્ફી મામલે હત્યા:મનફરાની હત્યા પાછળ પોલીસની ભ્રષ્ટ નિતી જવાબદાર! એક પોલીસને પણ માર પડયો, ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની લાશ પાસે દારૂની કોથળીઓ. - Divya Bhaskar
મૃતકની લાશ પાસે દારૂની કોથળીઓ.

ભચાઉ તાલુકાના મનફરા ગામે કિન્નર સાથે સેલ્ફી લેવા માટે શરૂ થયેલી મારામારી હત્યામાં પરીણમી હતી. હત્યા પાછળ પોલીસની ભ્રષ્ટ અને હપ્તા પદ્ધતીની નિતી જવાબદાર હોવાની ચર્ચાઅે પંથકમાં જોર પકડયું છે. કિન્નર સાથે સેલ્ફી લેવાના મુદ્દે થયેલી મારામારીમાં અેક પોલીસ કર્મચારી વચ્ચે પડતા તેને પણ માર પડયો હોવાનો અને ગંભીર ઇજાઅો થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ગયા હોવાની વાત જાણવા મળી હતી.

મનફરા પંથકમાં ચર્ચાતી વાતો મુજબ, મનફરા ગામે મેળામા કિન્નરો પણ અાવ્યા હતા. અેક વ્યક્તિઅે કિન્નર સાથે સેલ્ફી લેવાના પ્રયત્નો કર્યા હતા પણ કિન્નરે સેલ્ફી લેવાની ના પાડતા ઉશ્કેરાઇને તમાચો માર્યો હતો. કિન્નર અને વ્યક્તિ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીમાં અેક પોલીસ કોન્સ્ટેબલે કિન્નરને બચાવવા પ્રયત્નો કર્યા હતા પણ ઉગ્ર થયેલા શખ્સે શેરડીના લાટા વડે કોન્સ્ટેબલને માર મારવાનું શરૂ કર્યું હતું. સીવીલ ડ્રેસમાં રહેલા કોન્સ્ટેબલને માર પડતા ગંભીર ઇજાઅો પહોંચી હતી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા તેમજ ફોજદારી દર્જ કરવાને બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ પોતાનો લુલો બચાવ કર્યો હતો. અે દરમિયાન પોલીસ કર્મચારીને શા માટે મારો છો તેમ કહી અેક જ સમાજના બે જુથ્થો વચ્ચે ઝઘડો થયો જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો.

સુત્રોમાંથી ચર્ચાતી વિગતો મુજબ, પોલીસ કોન્સ્ટેબલને માર પડયો હોવા છતાંય તેણે કોઇ પણ પગલા લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી તે શૂચક છે. જુગારીઅો પાસેથી નાલ ઉઘરાવવા માટે અા પોલીસ કોન્સ્ટેબલ મેળામાં અાવ્યો હોવાથી તેની મજબુરી હોવાને કારણે કોઇ કાર્યવાહી કરવાને બદલે માર ખાઇ લીધો હતો.

મૃતકની લાશ પાસે દારૂની કોથળીઅો
ભચાઉ તાલુકાના ચોબારી અોપીના જમાદાર જુગારી તેમજ દેશી દારૂના ધંધાર્થીઅો પાસે હપ્તા પદ્ધતીથી ઉઘરાણા કરે છે, અેક વિડીયોમાં હતભાગી યુવકે કરેલા અાક્ષેપ મૂજબ પોલીસની ભ્રષ્ટ નીતીને કારણે સામાન્ય મગજમારી હત્યામાં પરીણમી હતી. મૃતક યુવકના માથા પાસે જ દેશી દારૂની કોથળીઅો દેખાતી હોવાની વાત કરી હતી.

વીડિયોમાં થયેલા તમામ અાક્ષેપ પાયાવિહોણા : PI
વિડીયોમાં તેમજ પંથકમાં ચર્ચાતા અાક્ષેપ અંગે ભચાઉ પોલીસ મથકના જી. અેલ. ચાૈધરી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, વિડીયોમાં થયેલા અાક્ષેપ પાયાવિહોણા છે તેમજ પોલીસ પર હુમલો થયો હોવાના બનાવને સમર્થન અાપ્યું ન હતું. તો મૃતકના માથા પાસે દેશી દારૂની થેલી પડી હોવા અંગે તપાસમાં ઉલ્લેખ કરાયો છે અને ખુદ દારૂનો વ્યસનની ટેવ વાળો હોવાની વાત કરી હતી.

મનફરા હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો
ભચાઉ તાલુકાના મનફરા ગામે બોથડ પદાર્થોના ઘા ઝીકી યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.

આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે એક તરફ બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો તેવા સમયે મનફરા ગામમાં જ યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. મનફરા ગામમાં જ રહેતા કરમસી ઉર્ફે પપ્પુ કોલી નામના યુવાનને આરોપી સુરેશ ઉર્ફે દિગુ દેવશી કોલીએ કોઈપણ કારણોસર બોથડ પદાર્થના ઘા ઝીકી યુવાનની હત્યા નિપજાવી હતી. જે બનાવ બાદ પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરી હતી. જે દરમ્યાન ખરોઇ કેનાલ પાસેના રોડ પર આરોપી પગપાળા જતો હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

તો બીજી તરફ આ બનાવ અંગે હત્યા શા માટે કરાઈ? તેવો પ્રશ્ન ભચાઉ પોલીસને પૂછવામાં આવતા આરોપી પકડાઈ ગયો હોવાના કલાકો નીકળી ગયા હોવા છતાં બનાવ પાછળનું કારણ શું છે તે જાણવામા પોલીસ નિષ્ફળ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સામખીયાળીમાં ટાયર ચોરનાર આરોપી જબ્બે
સામખીયાળી પોલીસે ટાયર ચોરનાર આરોપીને ઝડપી લીધો હતો. ચાલુ વર્ષમાં જ ખુશનગર, તા. મુકેરીયા, જી. હોશીયરપુર, પંજાબમાં રહેતો 35 વર્ષીય અર્જુનકુમાર નંદલાલ મહાસાએ સામખીયાળીમાં ટાયર ચોરીને અંજામ આપ્યો હતો. જે આરોપી નાસતો-ફરતો રહ્યો હતો. જેથી પોલીસે બાતમી આધારે આરોપીને સામખીયાળી માંથી જ ઝડપી લીધો હતો.

મોટી ચીરઇ પાસેથી ધાડ, મારામારી, દારૂ સાહિતના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
ભચાઉમાં ચાલતા વર્ષમાં જ ધાડ, મારામારી, એટ્રોસિટી, દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ભચાઉ તાલુકાના જૂની ચીરઇ ગામે રહેતો 24 વર્ષીય રાયધણ ઉર્ફે રાધીયો રામાભાઈ કોલી નવી મોટી ચીરઇ ગામના ઓવરબ્રિજ પાસે હોવાની બાતમીના આધારે ભચાઉ પોલીસે નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...