રસીકરણ:આજથી જિલ્લાની 526 શાળામાં કોરોના રસીકરણ કામગીરીના થશે શ્રીગણેશ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • “ચલો સ્કૂલમેં વેકસીન લે ને ચલે હમ”
  • ધો.9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાથીઓને કોવેકસીન રસી અપાશે

આજથી કચ્છ સહિત રાજ્યભરમાં 15 થી 18 વર્ષની આયુ ધરાવતા કિશોર અને કિશોરીઓને કોરોના સામે રક્ષણ આપતી કોવેકસીન રસી આપવાની શરૂઆત કરવામાં આવશે.જિલ્લામાં આજે અને આવતીકાલે બે દિવસ રસીકરણ માટે મેગા ઝુંબેશ રાખવામાં આવી છે જેમાં શાળાએ જતા હોય તેવા 90 હજાર વિદ્યાથીઓને રસી આપી દેવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.આજથી શરૂ થતા રસીકરણને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કિશોર અને કિશોરીઓને રસી આપવામાં સરળતા રહે એ માટે શાળામાં જ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે.આ માટે 900 વેકસીનેટર ખડેપગે રહેશે.તમામ શાળાઓ વાઇઝ વહીવટીતંત્રના અધિકારીઓને સુપરવિઝનની જવાબદારી સોંપાઈ છે.તંત્ર દ્વારા વાલીઓને સમજાવવા સાથે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને રસીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.કેસો વધતા હોવાથી રસી મુકાવી સ્વરક્ષણ માટેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.28 દિવસ બાદ વિદ્યાથીઓને બીજો ડોઝ આપવામાં આવશે.તેમજ શાળાએ ન જતા હોય તેવા 59 હજાર કિશોર - કિશોરીઓને પણ આશાવર્કર અને આરોગ્ય સ્ટાફ દ્વારા શાળાએ બોલાવી વેકસીન આપવામાં આવશે.

આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે સ્થળ પર જ વિદ્યાર્થીઓનું થઇ શકશે રજિસ્ટ્રેશન
કિશોરોને રસી આપવા માટે 1 જાન્યુઆરીથી કોવિન પોર્ટલ પર ઓનલાઇન નોંધણીની કામગીરી શરૂ થઈ છે તેમજ શાળામાં પણ રજિસ્ટ્રેશન થશે આ માટે વિદ્યાથીઓ આધારકાર્ડ અથવા અન્ય કોઈપણ આઈડી તેમજ મોબાઈલ નંબર રજૂ કરી નોંધણી કરાવી શકશે.

સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મળશે રસી
દરેક શાળાઓમાં આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાથીઓને રસી આપવામાં આવશે.તેમજ તાવ માટેની ગોળી પણ અપાશે જેથી આજે શાળાઓમાં રસીકરણનો ધમધમાટ જોવા મળશે.

તંત્રએ વિદ્યાથીઓને રસી મુકાવી લેવા અપીલ કરી
આજે અને આવતીકાલે 15 થી 18 વયજૂથના શાળાએ જતા અને ન જતા હોય તેવા લાભાર્થીઓને રસી અપાશે. નવા ઓમીક્રોન વેરીએન્ટ સામે અસરકારક છે અને કોરોનાને ગંભીર રૂપ ધારણ કરતા અટકાવે છે. જેથી રસી લેવાની પાત્રતા ધરાવતા બાળકો પોતાના વાલીઓ સાથે શાળામાં જઈ રસી મુકાવે તે માટેનો અનુરોધ ડીડીઓ ભવ્ય વર્મા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢક અને એડીએચઓ ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા કરવામાં આવ્યો છે.

તાલુકોશાળાછાત્રો
અબડાસા324,122
અંજાર569,421
ભચાઉ477,174
ભુજ12321,760
ગાંધીધામ7417,130
લખપત212,080
માંડવી569,669
મુન્દ્રા406,417
નખત્રાણા365,443
રાપર416,847
કુલ52690,063

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...