તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દી અને કોવિડના પગલે મૃત્યુ પામતા દર્દીઓના સાચા આંકડા જાહેર કરાતા નથી તેવામાં શનિવારે ભુજમાં મળેલી સમીક્ષા બેઠકમાં કચ્છના પ્રભારીએ જિલ્લામાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું હતું.નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના નિયંત્રણ અને અટકાવ માટે જિલ્લા કક્ષાએ રચાયેલી વિવિધ ટીમોની સમીક્ષા બેઠક જિલ્લા પ્રભારી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ભુજ ખાતે શનિવારે મળી હતી. કોવિડ-19ની અટકાવ અને નિયંત્રણની વિવિધ ટીમોની કામગીરી અંગે સંતોષ વ્યકત કરતા બેનીવાલે તમામ ટીમો પાસેથી કચ્છમાં કોરોનાની પરિસ્થિતિની વિગતે સમીક્ષા કરી હતી.
ટીમોના સબંધિત અધિકારી/કર્મચારીઓ પાસેથી મળેલી બાબતોથી કલેકટરના માર્ગદર્શન હેઠળ થયેલી કામગીરી બિરદાવી, જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં સક્રિય 6 કમિટીઓ પૈકી હોસ્પિટલ મેનેજમેન્ટ, સર્વેલન્સ ટીમ, એકસન ટેકન ટીમ, ડેટા એનાલિસીસ અને રિપોર્ટિંગ ટીમ, ગ્રીવીયન્સ રીડ્રેસલ ટીમ, IEC ટીમ દ્વારા અપાયેલા અહેવાલની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ, ડિઝાસ્ટર મામલતદાર સી.વી.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો.કશ્પય બુચ, જિલ્લા સ્ટેટ લાયઝન ઓફિસર ડો.માઢક, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા તેમજ કમિટી સાથે સંકળાયેલા ડિઝાસ્ટર અને આરોગ્યના સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.