કોરોના:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 87 કેસ નોંધાયા, 21 દર્દી સ્વસ્થ થયા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 627 થયા
  • ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે 87 નવા કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 627 થઈ છે. જોકે, આ વચ્ચે રાહતની વાત એ છે કે 21 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે.

આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 17 ગ્રામ્ય 4, ગાંધીધામ શહેર 25 ગ્રામ્ય 11, માંડવી ગ્રામ્ય 2, ભચાઉ શહેર 10 ગ્રામ્ય 3, મુન્દ્રા શહેર 10 ગ્રામ્ય 2, લખપત ગ્રામ્ય 2, અબડાસા ગ્રામ્યમાંથી 1 કેસ સામે આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા કુલ 13,861 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 13138 છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલા છે. ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કચ્છમાં નવા વર્ષથી જ કોવિડે માથું ઉંચકતાં ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં હાલે દૈનિક 2 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિની નજરે પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. દરમિયાન છેલ્લા 20 માસમાં હોસ્પિટલની મોલીક્યૂલર લેબમાં કોવિડના 3 લાખ કરતાં વધુ ટેસ્ટ કરાયા હોવાનો દાવો કરાયો હતો.

દૈનિક ધોરણે બે હજાર ટેસ્ટ કરવા 10 ટેક્નિશિયનો અને ડેટા ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. અદાણી મેડિકલ કોલેજમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કચ્છમાં કોરોના દેખાવા લાગ્યો એ સાથે જ 7મી મે 2020થી આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં ટેસ્ટની સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઈ છે તેમમાઈક્રોબાયોલોજી વિભાગના હેડ પ્રો.ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યુ હતું. દરમિયાન આ વર્ષે કોરોના સાથે ઓમિક્રોન પણ દેખા દેતા પરિક્ષણ કરવામાં આવતા સ્વેબ પૈકી કેટલાક કિસ્સાઓમાં જીનોમિક સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે. મોલીક્યુલર લેબમાં કચ્છ જિલ્લામાં જ્યાં આર.ટી.પી.સી.આર પરીક્ષણ સેન્ટર શરૂ કરવાના હોય તેના માટે ટેકનિશિયન અને તબીબને તાલીમ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...