તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ભૂજમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 30 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 229 થઈ

ભૂજ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 5878 લોકોને રસી આપવામા આવી

ભૂજ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 30 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 5150 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 3 ગ્રામ્ય 4 ગાંધીધામ 9 અંજાર 4 ગ્રામ્ય 4 મુન્દ્રા ગ્રામ્ય 2 , ભચાઉ 2, ગાંધીધામ નખત્રાણા ગ્રામ્ય 2 -કેશ નોંધાયા છે

જિલ્લામાં આજે 1 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 82 પર રહ્યો છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 19 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા. ભૂજ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4809 થઈ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 1 લાખ 63 હજાર 649 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. રસીકરણ અંગે બેઠક યોજાઇ સરહદી લખપત તાલુકાના વડા મથક દયાપર ખાતે મામલતદારની અધ્યક્ષતામાં વુવિધ સમાજના અગ્રણીઓ સાથે કોરોના વિરોધી રસીકરણમાં જાગૃતિ ફેલાવી તમામ સમાજના લોકો તેનો લાભ લઇ તંત્રની અપીલને સહકાર આપે તે અંગેની બેઠક યોજાઇ હતી જેમાં મામલતદાર અનીલ એન. સોલંકીએ અધ્યક્ષસ્થાનેથી જણાવતા કહ્યું હતું કે ઘણા લાંબા સમયથી લખપત તાલુકામાં કોરોના રશીકરણની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ તેમાં લોકોની ઉદાસીનતાના કારણે યોગ્ય પરિણામ દેખાતું નથી તેથી તમામ કોમના લોકો આ રસી મુકાવી કોરોના બીમારી સામે રક્ષણ મેળવી શકે છે અને કોઈજ ગેર વાતો કે અફવામાં આવ્યા વગર 45 થી વધુ આયુના વ્યક્તિઓ તેનો લાભ લઈ શકે છે આ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલે તાલુકાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા હજુ ચાર દિવસ સુધી રસીકરણ કાર્ય ચાલુ રાખવાની વાત કરી હતી બેઠક દરમ્યાન દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ , અગ્રણીઓમાં દિલીપ જનશારી , અનિલ સોની, પુનિત ગોસ્વામી, ફકીરમામદભાઈ , પ્રશાંત જોશી, રમેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો