આર્થિક લાભ:એસટીના કોવિડથી મૃત્યુ પામેલા કર્મી જાહેર થશે કોરોના વોરીયર્સ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસઆરટીસી દ્વારા પરિવારને અપાશે આર્થિક લાભ
  • મધ્યસ્થ કચેરીઅે લાભો અાપવા ઠરાવી માહિતી મંગાવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કોરોના સંક્રમણથી અવસાન પામેલા અેસ.ટી.ના અધિકારીઅો અને કર્મચારીઅોને કોરોના વોરીયર્સ જાહેર કરવા અને તેમના પરિવારોને લાભો અપાવવા વિભાગીય નિયામક પાસેથી માહિતી મંગાવી છે.

9મી નવેમ્બરે વિભાગીય નિયામકને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, અધિકારીઅો અને કર્મચારીઅોની માહિતી નિગમના વિભાગો પાસેથી મંગાવાઈ હતી, જેમાં 156 જેટલા અધિકારીઅો અને કર્મચારીઅોના કોરોના સંક્રમણથી મોત થયાનું જાણવા મળ્યું છે, જેથી નિગમે સરકારમાં દરખાસ્ત કરી હતી અને નિગમના માન્ય સંગઠનોની માંગણી ધ્યાને લઈને સામાન્ય વહીવટ વિભાગના ધોરણો અનુસાર કેસ ટુ કેસ વિગતો ચકાસવામાં અાવી હતી. ત્યારબાદ પાત્રતા ધરાવનારાને કોરોના વોરીયર્સ જાહેર કરવામાં અાવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ અને કોરોનામાં અવસાન પામનારા કર્મચારીઅોની યાદી 22મી અોકટોબરે મોકલવામાં અાવી છે. ઠરાવમાં દર્શાવેલા ચેકલીસ્ટ મુજબની વિગતો 7 દિવસમાં મેળવી વિભાગીય નિયામકના અધ્યક્ષતામાં સમિતિ બનાવવી અને ચકાસણી કરવાની રહેશે. ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા હોય તો કેસોના કેસવાઈઝ અલગ અલગ ડોકેટ બનાવી વિભાગીય નિયામકના અભિપ્રાય સહિતી 25મી નવેમ્બર સુધીમાં મધ્યસ્થ કચેરીમાં મોકલવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...