તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:ભુજના રેલવે સ્ટેશનમાં આરોગ્ય અને રેલવે ટીમના કોરોના વોરિયર્સ સક્રિય

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રાજયના મુસાફરોના આર.ટી.પી.સી.આર.ની કામગીરી 1 માસ ઉપરાંતથી ચાલુ
 • કોરોનાનું સંક્રમણ વધતા વહીવટી તંત્ર સક્રિય, કેસમાં વધારો ન થાય તે માટે ચિંતિત

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોવીડ-૧૯ના બીજા તબક્કાના સંક્રમણને ડામવા અને સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે રાજય બહારથી આવતા રેલયાત્રીઓનું ભુજ રેલવે સ્ટેશન ખાતે રેલવે તેમજ આરોગ્ય ટીમ દ્વારા સઘન ચેકીંગ અને ટેસ્ટીંગની કામગીરી થઇ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય ખાતું અને જીઆરપી, રેલવેના સંયુકત પ્રયાસોથી બીજા રાજયોમાંથી આવતાં યાત્રીઓના આર.ટી.પી.સી.આર.ની કામગીરી 1 માસ ઉપરાંતથી ચાલી રહી છે.

અન્ય રાજયના યાત્રીઓની થર્મલગનથી તાપમાન ટેસ્ટ તેમજ તેમના કોવીડ-૧૯ના ટેસ્ટનું આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્રની ચકાસણી કરાવવામાં આવે છે તેમજ જેમનો ટેસ્ટ ના થયો હોય તેવા અન્ય રાજયોના મુસાફરોનો હાલે ભુજ રેલવે સ્ટેશન પર ધનવંતરી રથની ભુજ તાલુકાની આરોગ્યની બે ટીમ દ્વારા ચકાસણી કરાઇ રહી છે. હાલે ભુજ રેલવે સ્ટેશન ખાતે દૈનિક દાદર-ભુજથી, સયાજીનગરી એકસપ્રેસ, બાન્દ્રા- ભુજથી કચ્છ એકસપ્રેસ તેમજ બ્રાન્દ્રા ભુજ એસી સુપરફાસ્ટ ત્રણ દિવસ અને પુના ભુજ પાંચ દિવસ માટે આવે છે. જેમાં યાત્રીઓના કોવીડ ટેસ્ટની સઘન કામગીરી ચાલી રહી છે, એમ સ્ટેશન મેનેજરશ્રી કે.કે.શર્મા જણાવ્યું હતું.

યાત્રીઓના સઘન કોવીડ તપાસની કામગીરી રેલવેનાં સ્ટાફ, રેલવે પોલીસ તેમજ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા થઇ રહી છે. લોકોમાં જાણકારી અને જાગૃતિ છે. યાત્રીઓ હકારાત્મક અભિગમ દાખવીને કોવીડ- 19 માટેનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવે છે. ભુજ તાલુકાની બે આરોગ્ય ટીમના ડો.હિરલબેન, ડો.વનીતાબેન બરાડીયા, ડો.મીના ભેદી અને રશ્મી વાઘેલા સ્ટેશન પર ફરજ બજાવી રહયા હતા.

દરેક મુસાફરે ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ : પ્રવાસીઓ
કચ્છ એકસપ્રેસમાં ઘાટકોપર મુંબઇથી આવેલા બારદાનના વેપારી 46 વર્ષિય નાનજીભાઇ ભાનુશાળી જણાવે છે કે, “આ સારી અને જરૂરી વ્યવસ્થા છે. બોમ્બેમાં આ ટેસ્ટ નથી કરાવ્યો એટલે સારું છે અહીં થઇ ગયો.

અબડાસાના જંગડીયા ગામે પિતાજીની તબિયત જોવા આવ્યો છું અને સૌએ આ ટેસ્ટ ફરજીયાત કરાવવો જોઇએ.” જયારે રાપર તાલુકાના મોડા ગામના વતની 50 વર્ષિય ધનજીભાઇ માના પરિવાર સાથે થાણેથી આજે ભુજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુંકે, અમે સારવાર માટે કચ્છ આવ્યા છીએ ત્યારે પરિવારનો થયેલ આ ટેસ્ટ અમારા રક્ષણ માટે અમને ગમ્યું છે. એમના ધર્મપત્ની ગૃહિણી ડાહીબેન કહે છે સાવચેતી માટે જરૂરી છે આ ટેસ્ટ કરાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો