તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરમાં આજે ભાજપ દ્વારા વોર્ડ મુજબ કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 45થી 59 ઉમરના, કાયમી બીમાર, 60 વર્ષથી મોટી વ્યક્તિ લાભ લઈ શકશે

ભુજમાં શહેર ભાજપ સંગઠન દ્વારા અાજે શનિવારે સવારે 10 વાગ્યાથી શહેરના દરેક વોર્ડ મુજબ 45થી 59 ઉમરની, બ્લડ પ્રેસર, ડાયબીટીસ કે અન્ય કાયમી બીમારી ધરાવતી વ્યક્તિ, 60 વર્ષથી મોટી ઉમરના તમામ લોકો માટે કોરોના સામે રક્ષણ અાપતી રસીકરણનું અાયોજન કરાયું છે. કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઅે જણાવ્યું છે કે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલ શાહના નેજા હેઠળ કોરોના રસીનું અાયોજન કરાયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સહિતના પદાધિકારીઅો વિવિધ કેમ્પની મુલાકાત લેશે.

વોર્ડ મુજબ સ્થળ

વોર્ડસ્થળ
1 :રામદેવ પીર મંદિર પાસે, રામદેવ નગર, કોડકી રોડ
2 :રાજગોર સમાજવાડી, ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર પાસે, સરપટ નાકે
3 :રઘુવંશી પંચાયત પ્રાથમિક શાળા, હંગામી અાવાસ, જી.અાઈ.ડી.સી.
4 :ભાનુશાલી સમાજવાડી, જયેષ્ઠાનગર, જબલેશ્વર મહાદેવ મંદિર પાસે
5 :

મારૂ કંસારા સોની જ્ઞાતિવાડી, સાર્વજનિક નિદાન કેન્દ્ર મધ્યે, કંસારા બજાર, પીપળા ફળીયા

6 :સરકારી દવાખાનું, અે-વન ડ્રાયક્લીનની સામે
7 :સંસ્કાર નગર, ગરબી ચોક
8 :

ડી.સી. ભવન, વાલદાસ નગર અને રાજપુત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઈટ

9 :ચારણ સમાજવાડી, પ્રમુખ સ્વામી નગર મંદિર પાસે, ભાનુશાલી નગર
11 :ભાટીયા સમાજવાડી, પ્રમુખ સ્વામીનગર ચાર રસ્તા, પ્રમુખ સ્વામીનગર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો