કોરોનાનો સકંજો:શહેરોમાં કોરોનાનો કસાતો સકંજો : વધુ 3 પોઝીટીવ કેસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામ કેસો લોકલ સંક્રમણ અને કોન્ટેકટ ટ્રેસિંગ દરમ્યાન સામે આવ્યા

જિલ્લાના શહેરોમાં કોરોના મહામારીનો સકંજો કસાતો હોય તેમ રવિવારે વધુ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે જેમાં ભુજ,માંડવી અને મુન્દ્રામાં 1 - 1 પોઝીટીવ કેસ આવ્યો હતો.ભુજમાં સંસ્કારનગર ખાતે રહેતા યુવાનને લોકલ સંક્રમણના કારણે કોરોનાનો ચેપ લાગ્યો છે અને આ યુવાન ભુજની ખાનગી હોસ્પિટલમાં હાલ દાખલ છે.માંડવી શહેરમાં ઉમિયા નગર ખાતે રહેતા દર્દી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા જ્યાં ચેકિંગ કરાવતા કોવિડ પોઝિટીવ હોવાનું નિદાન થયું છે

જ્યારે મુન્દ્રામાં 3 દિવસ પૂર્વે કોવિડ પોઝીટીવ આવેલા પિતાના સંપર્કમાં આવી જવાથી પુત્રને કોરોનાનો ચેપ લાગ્યો હતો.દરમિયાન ભુજના વધુ બે દર્દી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી હતી.રવિવારે જાહેર રજા વચ્ચે કચ્છમાં રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ભુજમાં 2291,માંડવીમાં 559 અને રાપરમાં 1552 મળી કુલ 4402 લોકોએ વેકસીન મુકાવી હોવાનું જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...