તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:દર્દીની સંભાળ લેતા 231 કર્મીને કોરોના, પુન: ફરજરત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની જીકે જનરલ હોસ્પિટલના સંચાલકોએ હાઉસ કિપિંગ સ્ટાફના કામને બિરદાવ્યું

હોસ્પિટલમાં સેવારત ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દર્દીઓ અને લોકો માટે જાણીતા ચહેરા છે પરંતુ, પ્રશંસાની પરવાહ કર્યા વિના સતત કાર્ય કરતા હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફની ભૂમિકા પણ અનોખી હોય છે. ભુજની અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સાર-સંભાળ અને સ્વચ્છતા સહિતની ફરજ બજાવતા તમામ 231 કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા પણ સ્વસ્થ થતાં જ પુન: ફરજ પર ચડી પણ ગયા હતા. તમામ સ્તરે સફાઈ અને દર્દીની સંભાળ રાખતા આ કર્મચારીઓ ખરા અર્થમાં આરોગ્યની પ્રથમ હરોળના સુરક્ષા કર્મીઓ છે તેમ કહીને સંચાલકોએ બિરદાવ્યા હતા.

સોડેકસો અંતર્ગત આ વિભાગ સંભાળતા કી એકાઉન્ટ મેનેજર કૃણાલ શાલીને જણાવ્યુ હતુ કે, હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફ સાફ-સફાઈ તો કરે જ છે. પરંતુ, કોરોનાકાળમાં તેમનું યોગદાન સરાહનીય હતું. આવા દર્દીની સાર સંભાળની સાથે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીને ચોકકસ કિટ પહેરાવી સબંધીને સુપરત કરવાથી લઈને તેમના અંતિમ સંસ્કાર સુધી સાથે રહી જે પ્રદાન કર્યું છે તેની નોંધ લેવાઇ છે.

કોરોનાના દર્દીઓની સેવા કરી તમામ 231 પેશન્ટ કેર કોરોનામાં સપડાયા છતાં જેવા રોગ મુકત થતા ગયા તેમ પુન: ફરજ પર લાગી ગયા. કોરોનાના દર્દીની સંભાળ સહિત દરેક તબક્કાની તાલીમ આપવામાં આવી હતી.

આ કર્મચારીઓ હોસ્પિટલમાં ચેપ માટે સંવેદનશીલ ગણાતા ભાગોનું ફ્યુમિગેશન કરે છે તે ઉપરાંત દર્દીનું લોહી, યુરીન, ઝાડા-ઉલ્ટી, વિગેરે પથારી કે ફર્શ ઉપર પડી જાય અને કોઈને ચેપ ન લાગે એ માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સફાઈ પણ કરે છે. સાથે બાયોમેડિકલ વેસ્ટના સાધનોને ચોક્કસ જગ્યાએ તેના નિકાલ માટે રાખવાની કામગીરી પણ તેઓ કરતાં હોય છે. તેવું સિનિયર એક્ઝિક્યુટિવ નિશાંત જોશી અને વિશાલ શાહે જણાવ્યુ હતું.

કેટલાક કર્મી દર્દીને સ્નાન પણ કરાવે છે
હોસ્પિટલમાં સાફ-સફાઈ તો રોજીંદી પ્રક્રિયા છે સાથે-સાથે દર્દીને વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં લઈ આવવા- ટેસ્ટ માટે લઈ જવા, દર્દીને કપડાં બદલવા, ખાવાનું આપવું, નર્સની સૂચના મુજબ દર્દીને દવા આપવી. એ બધુ તેઓ સંભાળે છે. કેટલાક તો દર્દીને નવડાવે પણ છે. આમ, તેઓ સાચા અર્થમાં આરોગ્યના શિસ્તબધ્ધ સૈનિકો છે તેમ સિનિયર એક્ઝિક્યુટિવ કિશોર ચુડાસમા અને જુનીયર એક્ઝિક્યુટિવ કરણ ભટ્ટે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...