તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:કોરોનાએ કચ્છ STના આંતરિક અને બહારના 135 રૂટના શિડ્યુઅલ સ્થગિત કરાવી નાખ્યા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના 356 સમયપત્રક સૂચિમાંથી માંડ 221 પાટે ચડાવવા મથામણ
  • ભુજ-ગાંધીધામ સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂથી મુસાફરોનો અભાવ

કચ્છમાં કોરોનાને કારણે અેસ.ટી. બસના 356 સિડ્યુઅલમાંથી અેક પછી અેક મળીને હજુ સુધી 221 સિડ્યુઅલ પ્રમાણે બસો દોડે છે. બાકી હજુ પણ 135 સિડ્યુઅલ સ્થગિત છે. અેવું અેસ.ટી. વિભાગીય નિયામક મહાજને જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારીને કારણે ગત 2020ના માર્ચ માસથી લાંબા લોક ડાઉન બાદ દિવાળી તહેવારો પહેલાથી જ અેસ.ટી. બસમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ દોડતી થઈ ગઈ હતી. પરંતુ, અેસ.ટી.ની ગાડી માંડ પાટે ચડી રહી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે ફરી સિડ્યુઅલ વિખેરી નાખ્યા છે. પ્રારંભે કચ્છ જિલ્લાના ભુજ અને ગાંધીધામ શહેર સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂથી લાંબા રૂટના મોટા ભાગના સિડ્યુઅલ નામ પૂરતા જ ચાલુ કરાયા રખાયા હતા. ત્યારબાદ દિવસે પણ અાંશિક લોક ડાઉનને કારણે ગામડામાંથી શહેરોમાં અને અેક શહેરથી બીજા શહેર ઉપરાંત જિલ્લા બહાર મુસાફરોની અવરજવર ઘટી ગઈ, જેથી પણ કચ્છમાંથી સંચાલન ઉપર માઠી અસર થઈ.

હવે અડધા દિવસ બાદ સાંજ સુધી ધંધા રોજગારને છૂટ મળી છે. પરંતુ, રાત્રિ કર્ફ્યૂ યથાવત છે, જેથી ગામડામાંથી શહેરોમાં અાવતા જતા અને લાંબા રૂટના મુસાફરોની સુવિધા સાચવી શકાતી નથી. અે.ટી.અેસ. રાજેશ પંડ્યાઅે જણાવ્યું હતું કે, અામ છતાં તમામ સિડ્યુઅલમાંથી 62 સિડ્યુઅલને પાટે ચડાવવા વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ, હજુ 38 ટકા સિડ્યુઅલ સ્થગિત છે. જોકે, જે સિડ્યુઅલ ચાલુ કરાયા છે અેમાંય પૂરતા મુસાફરો મળતા નથી.

21માંથી 16 વોલ્વો દોડે છે
રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂને ધ્યાને લઈ સમયપત્ર મુજબ કચ્છમાંથી સંચાલિત 21 વોલ્વોમાંથી 16 વોલ્વો દોડી રહી છે. અેવું ટી.અાઈ. શામજી અાહિરે જણાવ્યું હતું.

ડેપો મુજબ સ્થિતિ
ડેપોકુલચાલુ
-સિડ્યુઅલસિડ્યુઅલ
ભુજ7943
માંડવી5727
મુન્દ્રા3728
નખત્રાણા3821
નલિયા2921
અંજાર3925
ભચાઉ2617
રાપર3023

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...