કચ્છ કોરોના LIVE:કચ્છમાં કોરોનાનો પતંગ ચગ્યો, વધુ 129 લોકો કોરોના સંક્રમિત બન્યા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ભુજ શહેર- તાલુકામાં 32 અને ગાંધીધામ પંથકમાં વધુ 35 પોઝિટિવ કેસ આવ્યા

કચ્છમાં ઉત્તરાયણ પૂર્વે કોરોનાનો પતંગ ચગ્યો હોય તેમ ગુરુવારે એક જ દિવસમાં 129 લોકો ચેપી વાયરસથી સંક્રમિત થયા હતા. ભુજ તાલુકામાં 32 અને ગાંધીધામ પંથકમાં વધુ 35 પોઝિટિવ આવતાં આ બંને તાલુકા કોવિડના હોટસ્પોટ બની રહ્યા છે. બીજી બાજુ 66 દર્દી સ્વસ્થ થતાં સક્રિય કેસનો આંક વધીને 465 પર પહોંચ્યો હતો. જિલ્લામાં ઝડપભેર ચેપી વાયરસ પ્રસરી રહ્યા છે જેને પગલે સોમવારે 109, મંગળવારે 121, બુધવારે 105 બાદ ગુરૂવારે વધુ 129 વ્યક્તિના આરટીપીસીઆર ટેસ્ટમાં કોવિડ હોવાનું બહાર આવ્યું હતું. આમ છેલ્લા ચાર દિવસમાં 454 જેટલા લોકો મહામારીની ઝપેટમાં આવ્યા છે. કંડલા અને નખત્રાણામાં 3-3, દહિંસરા ભુજપુર અને ફોટડીમાં 2-2 તેમજ કુકમા, માધાપર, ભુજોડી, વરસામેડી, વીરા, મેઘપર બોરીચી, ચાંદ્રાણી, નાની ચીરઇ, સામખિયાળી, મોરગર, સુખપર, દેવપર, મોટી મઉ, મોટા કપાયા, લાખાપર, કારાઘોઘામાં એક-એક મળી ગ્રામ્ય વિસ્તારોમાં 28 કેસ પોઝિટિવ આવ્યા હતા. નખત્રાણા, અબડાસા અને દયાપર એમ ત્રણને બાદ કરતાં તમામ તાલુકા મથકોએ કોરોનાના કેસ આવ્યા હતા. ગુરૂવારે ઓમિક્રોનનો કોઇ કેસ નોંધાયો ન હતો.

હાલે જી.કે.માં દૈનિક 2 હજાર જેટલા સ્વેબનું પરીક્ષણ થાય છ
કચ્છમાં નવા વર્ષથી જ કોવિડે માથું ઉંચકતાં ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં હાલે દૈનિક 2 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિની નજરે પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. દરમિયાન છેલ્લા 20 માસમાં હોસ્પિટલની મોલીક્યૂલર લેબમાં કોવિડના 3 લાખ કરતાં વધુ ટેસ્ટ કરાયા હોવાનો દાવો કરાયો હતો.

દૈનિક ધોરણે બે હજાર ટેસ્ટ કરવા 10 ટેક્નિશિયનો અને ડેટા ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. અદાણી મેડિકલ કોલેજમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કચ્છમાં કોરોના દેખાવા લાગ્યો એ સાથે જ 7મી મે 2020થી આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં ટેસ્ટની સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઈ છે તેમમાઈક્રોબાયોલોજી વિભાગના હેડ પ્રો.ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યુ હતું. દરમિયાન આ વર્ષે કોરોના સાથે ઓમિક્રોન પણ દેખા દેતા પરિક્ષણ કરવામાં આવતા સ્વેબ પૈકી કેટલાક કિસ્સાઓમાં જીનોમિક સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે. મોલીક્યુલર લેબમાં કચ્છ જિલ્લામાં જ્યાં આર.ટી.પી.સી.આર પરીક્ષણ સેન્ટર શરૂ કરવાના હોય તેના માટે ટેકનિશિયન અને તબીબને તાલીમ આપવામાં આવે છે.

ભુજના 11 અને તાલુકાના આ 8 વિસ્તારોમાં જશો નહીં
ભુજમાં કોવીડને ફેલાતો અટકાવવા નિર્મલસિંહની વાડીમાં 5 ઘર, પબુરાઇ ફળિયા, ડાંડા બજારમાં રાજગોર સમાજવાડી પાછળ, ગીતા કોટેજમાં એક-એક ઘર, કલ્યાણેશ્વર વાડીમાં સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ઘર, એકતા સુપર માર્કેટ પાસે કતીરા કોમ્પલેક્ષમાં એક ઓફિસ, હાઉસીંગ બોર્ડમાં12 ઘર, આઇયા નગરમાં 4 ઘર, ઓધવ હોટલમાં એક રૂમ, નિર્મલસિંહની વાડીમાં ૪ ઘરને માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા છે. તાલુકાના માનકુવામા નવાવાસમાં 12 ઘર, કોડકી ગામે 5 ઘર, ફોટડીમા 2 ઘર, નારાણપર (પ) ગામે 1 ઘર, માધાપર નવાવાસમાં 9 ઘર, જુનાવાસમાં 8 ઘરોને તા.23/1 સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...