કોરોના સંક્રમણ:ભુજ તાલુકામાં વકરી રહ્યો છે કોરોના, વધુ બે દર્દી સંક્રમિત

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસમાં 5 કેસ નોંધાયા

ભુજ તાલુકામાં ધીરે ધીરે કોવિડનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ શનિવારે વધુ બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દિવાળીની ઉજવણી અને ત્યાર બાદ લોકો મહામારી પ્રત્યે નફીકરા જણાઇ રહ્યા છે ત્યારે સાવચેતી નહીં રાખવામાં આવે તો મહામારી ફરી માથું ઉંચકશે તેમ આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે.

ભુજ તાલુકામાં ગુરૂવારે બે, બીજા દિવસે એક અને શનિવારે વધુ બે મળીને ત્રણ દિવસમાં 5 લોકો ચેપી વાયરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા પંચાયત દ્વારા બહાર પડાતી અખબારી યાદીમાં જણાવાયું છે. થોડા સમય માટે કોરોનામુક્ત બનેલા કચ્છમાં હવે એકલ-દોકલ કેસ બહાર આવી રહ્યા છે પણ છેલ્લા 3 દિવસમાં ભુજ પંથકમાં કેસ વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. લોકોને ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરવા માટે ફરી એકવાર અનુરોધ કરવામાં આવ્યો છે.

દરમિયાન બે દર્દીને રજા આપવામાં આવતાં સક્રિય દર્દીનો આંક 7 પર સ્થિર રહ્યો હતો. શનિવારે અબડાસામાં 286, અંજાર તાલુકામાં 1440, ભચાઉ 1123, ભુજ 2694, ગાંધીધામમાં 5394, લખપત તાલુકામાં 242, માંડવી પંથકમાં 1100, મુન્દ્રા 2397, નખત્રાણા 876 અને રાપર તાલુકામાં વધુ 1021 મળીને 16573 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી જેમાં પ્રથમ અને બીજા ડોઝનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...